૮૭. માનવીનાં મૂલ

આપણાં ઉર સંગાથે આજ બેસી વિચારીએ :
ઓછાં ના માનવી કેરાં કદીએ મૂલ્ય આંકીએ.
વિચારો આપણા સર્વે, કેદ્ર એને કરી રહો;
બેટ એને બનાવીને ભાવ સૌ આપણા વહો !

આપણે હણવા એને કેટલી વેદીઓ રચી,
રૂપાળાં નામ આપીને,–ઘડી જે જાય છે જચી !
કોઈ દી ધર્મનું નામ કદી વા સંસ્કૃતિ તણું;
આપણા સ્વાર્થ યજ્ઞાર્થે એને છે બકરું ગયું.

કશાના રક્ષણાર્થે ના ધરાઓ માનવી બલિ,
રક્ષાર્થે માનવી કેરી બધું હો આ ધરા મહીં..
સાધવાને કશું યે ના બનો માનવ સાધન,
આપણા પ્રેમ કેરું હો સાધ્ય માનવનું મન..

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.