૧. માગણી

આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે,
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે:
દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈ ને,
–માગું છું કે–નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈને :

લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે
વાસી રાખ્યું : મુજ પ્રબળ ઈચ્છા નહીં જાણતો એ ?

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.