રો. રવિશંકર જોષીની પ્રેરણા આ પુસ્તક હું પ્રગટ કરી શક્યો ન હોત એ પ્રેરણા બદલ તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.
તે ઉપરાંત નામદાર દરબારશ્રીના “ગ્રંથોત્તેજક ફંડ”માંથી મને જે સહાય મળી છે તે પણ પુસ્તકના પ્રકાશનમાં અત્યંત મહત્ત્વની હોઈ નામદા દરબારશ્રીનો અને “ગ્રંથોત્તેજક ફંડ”ની કમિટીના સભ્યોનો આભાર માનું છું.
મારા મિત્ર શ્રી. મૂળશંકરમો. ભટ્ટે પુસ્તકનાં પ્રૈફ જોઈ દેવાની અને ગીતોની સ્વરચના કરી આપવાની કીમતી મદદ મને કરી છે.
સંગ્રહમાંનાં કાવ્યો ૧૯૩૦ થી ૧૯૪૦ સુધીમાં લખાયેલાં છે. ૩૫ મા પાના ઉપરનું ‘મુક્ત નિર્ઝર’ કવિવર ટાગોરના ‘નિર્ઝરેર સ્વપ્નબંગ’ નામના કાવ્યના ભાવની અસર નીચે લખાયેલું છે. ૪૧ મા પાના ઉપરનું ‘અંધ પણ તેમની જ કૃતિ ‘Cycle of Spring’ના ૧0૨ મા પાના ઉપરના અંધ ગાયકે ગાયેલા ગીતનો અનુવાદ છે.
તે ઉપરાંત ૬૯ મા પાના ઉપરનું ‘છેલ્લી પૂજા’ અને ૭૨ મા પાના ઉપરનું ‘દાન’ એ બન્ને કવિવરનાં જ પ્રસિદ્ધ કથાકાવ્યોના અનુવાદ છે.
૫૪ મા પાના ઉપરનું ‘હે મંગલ!’ અને ૬૩ મા પાના ઉપરનું ‘શી કસોટી, હાય!’– બન્ને ગીતો મુંબઈની ‘પ્યૂપિલ્ઝ ઓન સ્કૂલ’ના વિદ્યાર્થીઓએ શ્રી. બચુભાઈ શુકલે ગુજરાતીમાં ટૈંકાવી આપેલ ‘નટીર પૂજા’ રેડિયો ઉપર ભજવ્યું ત્યારે લખી આપેલાં. તેમાંનું ‘શી કસોટી, હાય!’ તે પૂજા કરવા જતી નટીનો પૂજાનો થાળ છીનવી લેવામાં આવે છે તે પ્રસંગ માટે. અને ‘હે મંગલ!’ તે પૂજા શરૂ કરે છે તે પ્રસંગ માટે.
૪૩ મા પાના ઉપરનું ‘અંતર ભરપૂર’ [મૂલ : જોઈએ, ‘અતિસુખનું દુ:ખ’] પણ એ જ નિશાળના વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઈ શુકલ પ્રયોજિત ‘વરદાન’ નામનું સંગીતનાટક ભજવેલું તે વખતે લખી આપેલું. તેમાં શ્રી અને શોભા નામની બે બેનો શંકર પાસે વરદાન માગે છે, અને તેમાંની શ્રી પછીથી કશું જ માગવાપણું ન રહે તે રીતે બધું જ ઐહિક સુખ માગી લે છે. પરિણામે એ જ સ્થિતિ તેને દુ:ખદ થઈ પડે છે અને ‘નહીં કામના કદી ય જાગે?’ –એવું તેને દુ:ખ થાય છે.
પારિજાતકનું શિવલી નામ શાંતિનિકેતનમાં સાંભળેલું. ‘કામિની’ફૂલ આ પણા ‘અષાઢી’ને સંપૂર્ણ રીતે મળતું છે.
સ્વરરચના ચાર જ ગીતોની આપી છે. કારણ કે બીજા સહેલાઈથી બેસાડી શકાય તેવા ઢાળો છે.
ભીખા ઠક્કરની શેરી,
ભગાતળાવ, ભાવનગર. ૧૯૪૦
પ્ર. પારેખ