Contents
Book Information
Book Description
`ભારેલો અગ્નિ'(1935) ભારતમાં અંગ્રેજો સામે થયેલા 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને કલ્પનાના રંગો પૂરીને આલેખતી નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો ખ્ર્ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે ખ્ર્ એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.
વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગેરે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું ખ્ર્ પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિર, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.
ઐતિહાસિક નવલકથા તરીકે `ભારેલો અગ્નિ’ ઘણી રસપ્રદ અને નોંધપાત્ર કૃતિ છે. તો પ્રવેશીએ ….
License
ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.