મુક્તિ

હિંસ્ર પશુની જેમ અન્ધકાર આવ્યો –
ત્યારે પશ્ચિમનું ઝળકતું આકાશ રાતી કરેણના જેવું લાલ:
એ અન્ધકારે માટીમાં આણી કેતકીની ગન્ધ,
રાત્રિનાં અલસ સ્વપ્ન
આંકી દીધાં કોઈકની આંખોમાં.
એ અન્ધકારે પ્રગટાવી દીધી કામનાની કમ્પિત શિખા
કુમારીના કમનીય દેહે.

કેતકીની ગન્ધે દુર્દમ્ય,
આ અન્ધકાર મને શી રીતે સ્પર્શશે?
પહાડની ધૂસર સ્તબ્ધતાએ શાંત હું,
મારા અન્ધકારે હું
નિર્જન દ્વીપની જેમ સુદૂર, નિ:સંગ.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.