લાઠી સ્ટેશન પર

દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)

*

આસ્વાદ:

‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા

License

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ Copyright © by ઉમાશંકર જોશી; આસ્વાદ: સહુ લેખકોના; કાવ્યસંગીત: સહુ સ્વરકારોના. All Rights Reserved.