ધારાવસ્ત્ર

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)

 

*

આસ્વાદ:

ધારાવસ્ત્ર: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ

ધારાવસ્ત્ર: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર

License

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ Copyright © by ઉમાશંકર જોશી; આસ્વાદ: સહુ લેખકોના; કાવ્યસંગીત: સહુ સ્વરકારોના. All Rights Reserved.