Book Title: મોટીબા

Author: યોગેશ જોષી

Cover image for મોટીબા

Book Description: ‘સમુડી’ની જેમ ‘મોટીબા’ પણ યોગેશ જોષીની યશસ્વી કૃતિ છે. ‘મોટીબા’ને નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદેમી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ આ કૃતિ સ્થાન પામી હતી.નારીચેતનાના સાક્ષાત્ અવતાર સમાં ‘મોટીબા’ વિશે અગ્રણી કવિ-વિવેચક શ્રી ચંદ્રકાન્ત શેઠની પ્રસ્તાવના આ પુસ્તકને પ્રાપ્ત થઈ છે. યોગેશ જોષી કવિ છે, આથી અનેક દુઃખ વેઠતાં છતાં ક્યારેય હિંમત ન હારતાં, Life forceથી ભર્યાં ભર્યાં મોટીબાનું સંકુલ ચરિત્ર તેઓ ઝીણી ઝીણી રેખાઓ થકી આબેહૂબ ઉપસાવી શક્યા છે. ‘મોટીબા’નું ગદ્ય, ખાસ તો મોટીબાની બોલી એ ગુજરાતી ગદ્યનું ઘરેણું બની રહે છે. Subjectivity તથા Objectivityની ધાર પર, જાણે કે દોરડા પર તેઓ હાથમાં વાંસ લઈને, સમતોલન જાળવીને ચાલી શક્યા છે. આ e-bookના અંતે યોગેશ જોષીની ‘મોટીબા’ વિશેની કેફિયત પણ મૂકી છે. સહૃદય ભાવકને ‘મોટીબા’માં પોતાનાંય મોટીબાની કેટલીક રેખાઓ દેખાશે, અનુભવાશે.આશા છે, સહુ સાહિત્યરસિકોને, અભ્યાસીઓને ‘મોટીબા’નો આ e-book અવતાર ગમશે. તો ચાલો, પ્રવેશીએ આ કૃતિમાં, ‘મોટીબા’માં...

License:
All Rights Reserved

Contents

Book Information

Author

યોગેશ જોષી

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.

Metadata

Title
મોટીબા
Author
યોગેશ જોષી