Contents
Book Information
Book Description
ઇ. ૧૯૨૦ આસપાસ જ્યારે ગુજરાતી ભાષામાં નવી વાર્તા આરંભ પામતી હતી, લગભગ પ્રાથમિક દશામાં હતી ત્યારે રામનારાયણ પાઠકે એક જ પ્રકારની વાર્તાઓ આપવાને બદલે પ્રયોગલક્ષી વિવિધતાવાળી વાર્તાઓ આપી. એમની આ પ્રયોગશીલ સર્જકતા વિષયવસ્તુમાં, ચરિત્રોના આલેખનમાં, લેખનશૈલી અને કથનની રીતિમાં એમબધે સક્રિય રહેલી. એમણે બધું મળીને ચાળીસેક વાર્તાઓ લખી, એના ત્રણ સંગ્રહ થયા. પરંતુ દરેક વાર્તા નોખા રૂપની બની આવેલી. `જક્ષણી’, `ખેમી’, `છેલ્લો દાંડક્ય ભોજ’ તથા `મેહફીલે ફેસાને ગુયાન’ જૂથની વાર્તાઓ સાથે વાંચવાથી એનો ખ્યાલ આવશે.
રસપ્રદ કથન ઉપરાંત એમનામાં ખાસ પ્રકારની રમૂજશક્તિ છે એ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. તો આવો, એ આસ્વાદ્યજગતમાં પ્રવેશકરીએ –
License
દ્વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.