પરિચય

Ra-Vi-Pathak

લેખક-પરિચય 

રામનારાયણ વિશ્વનાથ પાઠક (જ.૮ એપ્રિલ, ૧૮૮૭ – અવ. ૨૧ ઑગષ્ટ ૧૯૫૫) અનેક દિશાઓમાં જેમની શક્તિ પ્રગટ થઈ હતી એવા આપણા એક બહુમુખી પ્રતિભાવાળા  સાહિત્યકાર હતા. સાહિત્યઅને ફિલસૂફીના અભ્યાસી રા. વિ. પાટકે આરંભે થોડાંક વર્ષ સાદરામાં વકીલનો વ્યવસાય કર્યો, પછી આઝાદીની લડતમાં જોડાયા ને પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.

મુખ્યત્વે વિવેચક, પણ એમણે ‘શેષ’ એવાઉપનામેકવિતાલખી, ‘દ્વિરેફ’ નામે વાર્તાઓ લખી, ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા.  છંદશાસ્ત્રનો એમનો ગ્રંથ’ બૃહત્પિંગળ’ એ વિષયનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ ગણાય છે.

દરેક સ્વરૂપમાં એમણે ઉત્તમ કૃતિઓ આપી. વિવેચક તરીકે એમનું સ્થાન આજ સુધીના અગ્રણી વિદ્વાનોમાં આગલી હરોળમાં ગણાય છે. એ ગાંધી યુગના કાવ્યગુરુનું બિરૂદ પામેલા. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓના વિવેચન ઉપરાંત સંસ્કૃતસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓવિશે પણ એમણે ઉત્તમ અભ્યાસો આપેલા છે. ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે એમણે પંડિતયુગ અનેગાંધીયુગની સાહિત્ય- પ્રવૃત્તિને એક દિશા આપી.

દ્વિરેફની વાતો – ભાગ ૧ (૧૯૨૮)  

ઇ. ૧૯૨૦ આસપાસ જ્યારે ગુજરાતી ભાષામાં નવી વાર્તા આરંભ પામતી હતી, લગભગ પ્રાથમિક દશામાં હતી  ત્યારે રામનારાયણ પાઠકે એક જ પ્રકારની વાર્તાઓ આપવાને બદલે પ્રયોગલક્ષી વિવિધતાવાળી વાર્તાઓ આપી. એમની આ પ્રયોગશીલ સર્જકતા વિષયવસ્તુમાં, ચરિત્રોના આલેખનમાં, લેખનશૈલી અને કથનની રીતિમાં એમ બધે સક્રિય રહેલી. એમણે બધું મળીને ચાળીસેક વાર્તાઓ લખી, એના ત્રણ સંગ્રહ થયા.પરંતુ દરેક વાર્તા નોખા રૂપની બની આવેલી. ‘જક્ષણી’, ‘ખેમી’, ‘છેલ્લો દાંડક્ય ભોજ’ તથા ‘મેહફીલે ફેસાને ગુયાન’ જૂથનીવાર્તાઓ સાથેવાંચવાથી એનો ખ્યાલ આવશે.

રસપ્રદ કથન ઉપરાંત એમનામાં ખાસ પ્રકારની રમૂજશક્તિ છે એ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવેછે. તો આવો,  એ આસ્વાદ્યજગતમાં પ્રવેશકરીએ –

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.

License

વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.

Feedback/Errata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *