Contents
Book Information
Book Description
લેખકનો આ છેલ્લો સંગ્રહ એમના અવસાન પછી (1968માં) પ્રકાશિત થયેલો. આધુનિક સમયની હોવા છતાં આ વાર્તાઓમાં ઘટના પાતળી નથી, સઘન અને પ્રલંબ છે. કચ્છ પ્રદેશની ભૂમિનો પરિવેશ અને એમાં ધબકતાં એમનાં પાત્રો કથા-આલેખનનો એક વિશિષ્ટ સ્વાદ આપે છે. જયંત ખત્રીની શૈલી વેગીલી છતાં વાસ્તવને ઘૂંટનારી છે. જીવનની સંકુલતા, વિષમતા, કરુણતા એના વિષયો છે. એનું નિરૂપણ કોઈ ચલત્ ચિત્ર જેવું છે. એમની ‘ધાડ’ વાર્તા પરથી દસ્તાવેજી છતાં કલાત્મક ફિલ્મ તૈયાર થઈ છે. ‘ખરા બપોર’ ખત્રીની જ નહીં, ગુજરાતી ભાષાની પણ એક ઉત્તમ વાર્તા છે.
License
ખરા બપોર Copyright © by જયંત ખત્રી. All Rights Reserved.