સામે પાર અરબી સમુદ્ર છે ને આ પાર હું
પારે પારે રૅકલેમેશન છે ને છે ભરતીનો સમય
એટલે વીંઝાશે યાળ ને ગાજશે હેષા
ને થશે સાંકોપાઝા સ્વપ્નવત્
જે હાલ પીઠ પર લેટી, ડોક પર હાથ લપટાવી લે છે નિશાન
ને રંગીન ફુગ્ગાઓને ફોડી રૂંધાયેલી હવાને વિમુક્તે છે હવામાં
સામે પાર સમંદર ન આ પાર હું
વચ્ચે
ભૂખી રેતી ડાબલાઓ ચર્યે જ જાય છે ચર્યે જ જાય છે.
૧૯૭૪