ચાટલાને જો

જો.
ચાટલાને જો.
ચકલી બને તે પ્હેલાં ચાટલાને જો.
એઈ રે જંબૂરી છોરી, ચાટલાને જો.

ચાંચથી ચૂગાય કૈં ચાંચથી દેખાય નૈ,
ચાંચથી એ એકલી ઝલાય કે પીંખાય નૈ,
ચાડિયાને, ચાડાને કાં ચાટલાને જો.
ચાટલાને જો, સીધી ચાટલાને જો.

માળામાં ચોમેર બધે કીકીઓ પંછાય છે,
ચાટલા પે ડાઘ, આંખે મોતીડાં અંકાય છે.
તેલ ને ફૂલેલ કારી કજરિયાં લ્હો
આંખ જરા ગેરવીને ચાટલાને ધો.

એઈ રે જંબૂરી છોરી, ચાટલાને જો.
ચાટલે મિલાવી આંખ ચાટલાને જો.

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book