ઊંધો બુંગિયો ઓશિકડું ને લડવૈયાઓ ઘોરે
ચાર દિનથી વીયાએલી નજર ગલુડાં ખોળે
ખેતરવાડે વેલ ઊગી ને બધે ધોરિયે પાણી
તરસ્યા વડ પર કરવત સાથે ટોપીવાળી રાણી
જુવારના લીલા દાણાઓ ચાંચ વચાળે રાખી
કેડી બેઠી ચકલીઓની હાર સામટી ભાગી
સરડો જળરંગી થૈ બેઠો, નદી વચાળે તરતો
ઘાસ-બીડની વચ્ચે ઊભો કવિ એકલો ચરતો