મુગ્ધા

નગરમાં સૂકી શાસ્ત્રચર્ચા શુકોની
રસિકોથી આખી ભરી પાંથશાળા.

રહી શૂન્ય એ માત્ર સંબોધનોમાં
દિશાએ દિશાએ લખી પત્રમાલા.

ઉઠાવો, બીડું ભરસભામાં ફરે છે
અમે રૈ જશું ચક પછાડે કુંવારા.

ઊગે શિશ્ન-ઉત્થાન જેવો સૂરજ, ને
ધ્રુજે બાંગથી સૌ મિનારા મિનારા.

ધસ્યું ચંદ્રથી ચાંદનીમાં હરણ, ને
સમંદર પે એના ઉછાળા ઉછાળા.

૧૯૭૨

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book