રણનું સ્મરણ

રણનું સ્મરણ, ઝાંઝવા હરણ
રણમાં આરબ-ઊંટ ને દમામ-મ્હેંકતા મરણ?
ખરતી સૂરજ રજ તે રેતી, ઊડતી રે’તી,
પડતી ક્યાંક ને કોકને ઢાંકતી, વાયરે વે’તી
રણયે ફરતું તન ને ગળે* મનમાં જામતું રણ
પાતાળે બાવડે ઝપ્-ઝીંગોરા તરણ.
ફૂટતો હાથિયો થોર, લાંબી ઊંટની લાંબી દોર
ઘરમાં આવી રેતને ઊભી ગામમાં રણની કોર
ઊડતો સાંઢણી સવાર ને આભે કુંજ કલંગની હાર.
 લીલાંછમ બેટ ને જલનાં ઝરણ

૭-૫-૬૮

* ગળે-ગળામાં

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book