Catalog

    No available filters at the moment
    No available filters at the moment
102 results
અરણ્યરુદન  book cover

અરણ્યરુદન

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ હ. જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ book cover

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

All Rights Reserved   English

Author(s): નારાયણ દેસાઈ

Last updated: 09/03/2020

૧૫૦૦ પાનાંમાં વિસ્તરેલું આ ચરિત્ર જેટલું પ્રસાદિક છે તેટલું જ તટસ્થ રીતે લખાયેલું છે. પિતાના ચરિત્ર લેખે એ જેવું અધિકૃત(ઑથેન્ટિક) છે એવું જ મહાદેવ-ચરિત્ર લેખે એ સર્વગ્રાહી છે. મહાદેવભાઈના સાક્ષાત્ પરિચય ઉપરાંત બીજા ઘણા ચરિત્ર-સંદર્ભગ્રંથોમાંથી નારાયણભાઈ પસાર થયા છે. (એમણે લખ્યું છે : ‘મહાદેવભાઈની ડાયરી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં રજમાત્ર જીવનવિગત મહાદેવભાઈની ન જડે! એટલે મારે મહાદેવભાઈ બીજે જ ખોળવા પડયા!’)
લાંબા પટમાં લખાયેલું હોવા છતાં ન થકવનારું આ પુસ્તક હાથમાંથી મૂકવાનું મન નહીં થાય…

અરધી સદીની વાચનયાત્રા - ૧ book cover

અરધી સદીની વાચનયાત્રા - ૧

All Rights Reserved   Gujarati

Author(s): સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી

Publisher: લોકમિલાપ

Last updated: 09/03/2020

ન તત્ર સૂર્યો ભાતિ  book cover

ન તત્ર સૂર્યો ભાતિ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

ગુજરાતી કવિતાનો આસ્વાદ  book cover

ગુજરાતી કવિતાનો આસ્વાદ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

સત્યના પ્રયોગો  book cover

સત્યના પ્રયોગો

Public Domain   Gujarati

Author(s): મોહનદાસ કરમચંદ ગાંધી

Publisher: નવજીવન ટ્રસ્ટ

Last updated: 09/03/2020

સત્યના પ્રયોગો અથવા આત્મકથા – આ પુસ્તકનાં આવાં બે શીર્ષકોમાં ગાંધીજીને મન તો પહેલું જ વધુ મહત્ત્વનું હતું. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.’ આ કથામાં ઇ. 1920 સુધીનું ગાંધીજીનું જીવન આલેખન પામ્યું છે. જીવનમાં જે જે બન્યું ને જે જે લાગણી-વિચાર મનમાં જનમ્યાં તે બધું એમણે સત્યના દીવા સામે ધરી દીધું છે એટલે કોઇએ આ આત્મકથાને ‘નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો’ કહીને ઓળખાવી છે. સાદી સરળ ને અસરકારક  બનતી ભાષા, નિખાલસ, પારદર્શક, સ્પષ્ટ  નિરૂપણ આ  કથાનું સત્ત્વ અને સૌંદર્ય બન્ને છે. ગુજરાતીની જ નહીં, દુનિયાભરની ઉત્તમ આત્મકથાઓમાં એનું ઊજળું સ્થાન છે.

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.

ખરા બપોર book cover

ખરા બપોર

All Rights Reserved   English

Author(s): જયંત ખત્રી

Last updated: 09/03/2020

લેખકનો આ છેલ્લો સંગ્રહ એમના અવસાન પછી (1968માં) પ્રકાશિત થયેલો. આધુનિક સમયની હોવા છતાં આ વાર્તાઓમાં ઘટના પાતળી નથી, સઘન અને પ્રલંબ છે. કચ્છ પ્રદેશની ભૂમિનો પરિવેશ અને એમાં ધબકતાં એમનાં પાત્રો કથા-આલેખનનો એક વિશિષ્ટ સ્વાદ આપે છે. જયંત ખત્રીની શૈલી વેગીલી છતાં વાસ્તવને ઘૂંટનારી છે. જીવનની સંકુલતા, વિષમતા, કરુણતા એના વિષયો છે. એનું નિરૂપણ કોઈ ચલત્ ચિત્ર જેવું છે. એમની ‘ધાડ’ વાર્તા પરથી દસ્તાવેજી છતાં કલાત્મક ફિલ્મ તૈયાર થઈ છે. ‘ખરા બપોર’ ખત્રીની જ નહીં, ગુજરાતી ભાષાની પણ એક ઉત્તમ વાર્તા છે.

પશ્યન્તી book cover

પશ્યન્તી

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

અશ્રુઘર book cover

અશ્રુઘર

All Rights Reserved   English

Author(s): રાવજી પટેલ

Publisher: ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની

Last updated: 09/03/2020

આ નવલકથાના નાયકનું નામ છે – સત્ય. એ ક્ષયગ્રસ્ત છે, પણ મન એનું તરવરાટવાળું, તીવ્ર રીતે સંવેદનશીલ છે. હોસ્પિટલ અને ગામડાનું ઘર – એની વચ્ચે પસાર થતા એના દિવસો વિસ્મયભરેલા, લાગણીમય, ઉશ્કેરાટવાળા, વેદના-ને-પ્રસન્નતાવાળા પ્રેમ-અનુભવથી ભરેલા છે. હોસ્પિટલમાં લલિતા સાથેનો પ્રેમ, ગામમાં ગયા પછી સૂર્યા સાથે લગ્ન, વળી છેલ્લી ઘડીઓમાં લલિતાનું ક્ષણિક સાન્નિધ્ય…

નવલકથામાં લેખકની શૈલી રમતિયાળ છે, એની ભાષા શિક્ષિતની તેમજ ગ્રામજનની એવા બેવડા સ્વાદવાળી છે. લેખકની રમૂજવૃત્તિ – sense of humour – પણ સંવાદોમાં ને વર્ણનોમાં દેખાય છે. ક્યાંક તો નરી કવિતા છે એ.

કરુણ અંતવાળી આ નાનીસરખી નવલકથા એવી તો કથા રસવાળી ને સર્જનાત્મક ભાષાના કસવાળી છે કે એમાં એકવાર પ્રવેશ કરીશું એ પછી આંખો સામેથી એ ખસશે જ નહીં.

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.

શ્રેષ્ઠ અનિરુદ્ધ book cover

શ્રેષ્ઠ અનિરુદ્ધ

All Rights Reserved   Gujarati

Author(s): સંપાદકો: યોગેશ જોષી અને ઊર્મિલા ઠાકર

Publisher: Ekatra Foundaton

Last updated: 09/03/2020