Catalog

102 results
પૂર્વાલાપ book cover

પૂર્વાલાપ

Public Domain   Gujarati

Author(s): કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ

Last updated: 15/07/2022

પૂર્વાલાપની ૧૦૦ ઉપરાંત કૃતિઓમાં ખંડકાવ્યો જેવી કેટલીક દીર્ઘ છંદ-રચનાઓ છે જેમાં અતિજ્ઞાન, વસંતવિજય, ચક્રવાકમિથુન કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિઓ છે. ઉપહાર જેવી સઘન સૉનેટ રચનાઓ તથા સાગર અને શશી જેવી સુંદર ગીતમય માત્રામેળી રચનાઓ છે. સુમધુર અને સ્નાયુબદ્ધ છંદવિન્યાસ, સહજ પ્રાસની શિલ્પરચના, ભાવ-અનુસાર પલટાતા વિવિધ છંદોનું સંયોજન તથા ચિંતન અને ઊર્મિની સંયુક્ત પ્રભાવકતા — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે છે.

પહેલા કાવ્યથી જ વાચકને આકર્ષી લેતી આ કવિતામાં પ્રવેશવા હાર્દિક નિમંત્રણ….

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો book cover

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો

All Rights Reserved   English

Author(s): સંપાદક : મધુસૂદન કાપડિયા

Last updated: 17/09/2021

દ્વિરેફની વાતો - ભાગ ૧ book cover

દ્વિરેફની વાતો - ભાગ ૧

All Rights Reserved   English

Author(s): રામનારાયણ વિશ્વનાથ પાઠક

Last updated: 12/09/2021

ઇ. ૧૯૨૦ આસપાસ જ્યારે ગુજરાતી ભાષામાં નવી વાર્તા આરંભ પામતી હતી, લગભગ પ્રાથમિક દશામાં હતી  ત્યારે રામનારાયણ પાઠકે એક જ પ્રકારની વાર્તાઓ આપવાને બદલે પ્રયોગલક્ષી વિવિધતાવાળી વાર્તાઓ આપી. એમની આ પ્રયોગશીલ સર્જકતા વિષયવસ્તુમાં, ચરિત્રોના આલેખનમાં, લેખનશૈલી અને કથનની રીતિમાં એમબધે સક્રિય રહેલી. એમણે બધું મળીને ચાળીસેક વાર્તાઓ લખી, એના ત્રણ સંગ્રહ થયા. પરંતુ દરેક વાર્તા નોખા રૂપની બની આવેલી. `જક્ષણી’, `ખેમી’, `છેલ્લો દાંડક્ય ભોજ’ તથા `મેહફીલે ફેસાને ગુયાન’ જૂથની વાર્તાઓ સાથે વાંચવાથી એનો ખ્યાલ આવશે.

રસપ્રદ કથન ઉપરાંત એમનામાં ખાસ પ્રકારની રમૂજશક્તિ છે એ એમની વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. તો આવો,  એ આસ્વાદ્યજગતમાં પ્રવેશકરીએ –

કંકાવટી book cover

કંકાવટી

Public Domain   English

Author(s): ઝવેરચંદ મેઘાણી

Last updated: 05/06/2021

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ  book cover

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ

All Rights Reserved   English

Author(s): સંપાદક: મધુસૂદન કાપડિયા

Last updated: 17/05/2021

વિચારની વસાહતો book cover

વિચારની વસાહતો

All Rights Reserved   English

Author(s): atulraval

Last updated: 13/05/2021

ગુજરાતી નિબંધ-સંપદા book cover

ગુજરાતી નિબંધ-સંપદા

All Rights Reserved   Gujarati

Author(s): સંપાદક : મણિલાલ હ. પટેલ

Editor(s): સંપાદક : મણિલાલ હ. પટેલ

Last updated: 20/04/2021

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા book cover

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા

All Rights Reserved   Gujarati

Author(s): સંપાદક : મણિલાલ હ. પટેલ

Editor(s): સંપાદક : મણિલાલ હ. પટેલ

Last updated: 20/03/2021

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા  book cover

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા

All Rights Reserved   English

Author(s): સંપાદક : મધુસૂદન કાપડિયા

Last updated: 26/01/2021

મોટીબા book cover

મોટીબા

All Rights Reserved   English

Author(s): યોગેશ જોષી

Last updated: 23/01/2021

‘સમુડી’ની જેમ ‘મોટીબા’ પણ યોગેશ જોષીની યશસ્વી કૃતિ છે. ‘મોટીબા’ને નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદેમી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ આ કૃતિ સ્થાન પામી હતી.નારીચેતનાના સાક્ષાત્ અવતાર સમાં ‘મોટીબા’ વિશે અગ્રણી કવિ-વિવેચક શ્રી ચંદ્રકાન્ત શેઠની પ્રસ્તાવના આ પુસ્તકને પ્રાપ્ત થઈ છે. યોગેશ જોષી કવિ છે, આથી અનેક દુઃખ વેઠતાં છતાં ક્યારેય હિંમત ન હારતાં, Life forceથી ભર્યાં ભર્યાં મોટીબાનું સંકુલ ચરિત્ર તેઓ ઝીણી ઝીણી રેખાઓ થકી આબેહૂબ ઉપસાવી શક્યા છે. ‘મોટીબા’નું ગદ્ય, ખાસ તો મોટીબાની બોલી એ ગુજરાતી ગદ્યનું ઘરેણું બની રહે છે. Subjectivity તથા Objectivityની ધાર પર, જાણે કે દોરડા પર તેઓ હાથમાં વાંસ લઈને, સમતોલન જાળવીને ચાલી શક્યા છે. આ e-bookના અંતે યોગેશ જોષીની ‘મોટીબા’ વિશેની કેફિયત પણ મૂકી છે. સહૃદય ભાવકને ‘મોટીબા’માં પોતાનાંય મોટીબાની કેટલીક રેખાઓ દેખાશે, અનુભવાશે.આશા છે, સહુ સાહિત્યરસિકોને, અભ્યાસીઓને ‘મોટીબા’નો આ e-book અવતાર ગમશે. તો ચાલો, પ્રવેશીએ આ કૃતિમાં, ‘મોટીબા’માં...