હું

અંધારની રણરેતમાં
મૃત ચન્દ્રકેરા પ્રેત શો ભમતો ફરું;

પવનનાં આ હાડ તીણાંની સરાણે
બુઠ્ઠાં થયેલાં શૂન્યની રે ધાર હું કાઢ્યા કરું;

તેજના મૃગજળતણે તળિયે જઈ
મારી છાયા ઊતરડી ડુબાડવાને હું મથું;

મૂચ્છિર્ત ઈશ્વરની લૂખી આંખો નિચોવી
આ મુમૂર્ષુ કાળના રે મુખમાં ટોયા કરું.

License

પ્રત્યંચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.