હું સાંભળું છું –

હું સાંભળું છું
શબ્દ:
વસૂકી ગયેલી ગાયનાં ચિમળાયેલાં આંચળ,
કીટથી કોરાયેલું બોદું બહેરું ફળ;
ડૂબી ચૂકેલા વ્હાણના છેદાયેલા લંગરતણો
જલગર્ભમાં નિ:શ્વાસ;
નિ:સંગ શિલાસોડમાં પડખું ઘસીને
પવન કરતો લવલવાટ;
પણ્યાંગનાની આંખમાં
સુરમો કકરતો આખી રાત;
અંગે નપુંસકના બળે
ભડભડ સદા યે વાસનાની આગ;
લાખ્ખો અદીઠ દાઢે ચવાતા
ચૂર્ણ આ અન્ધારકેરો આર્તનાદ;
સૂર્યઘુવડના અવાજે ચોંકતી
મધરાતનાં રે થરકતાં ગાત.

License

પ્રત્યંચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.