વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી ? કેવી વહાલી હતી ? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં ? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
-
-
-
-
-
- જાઈ રૂડી રે જાઈ રૂડી !
- જાઈને હાથે ચાર ચૂડી.
- જાઈ રમે તો સૌ ગમે
- આંગણે રમે આઈ[1] ને ગમે
- ફળિયે રમે ફઈને ગમે
- જાઈ મરે તો ભીડ પડે
- એની માનાં કહ્યાં કોણ કરે ?
-
-
-
-
- આઈ-મા ↵
Feedback/Errata