૧૧. નિર્જળ માસ

જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે ?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે –
દાતણ પાણી મોકળા,
તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે –
નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે –
અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.

License

Icon for the Public Domain license

This work (કંકાવટી by ઝવેરચંદ મેઘાણી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.