વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે ? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે :
-
-
- અંટ વાગે
- ઘંટ વાગે
- ઝાલરનો ઝણકાર વાગે
- આકાશે ઊગ્યા તારા
- બોલે મુનિવાળા !
-
કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે :
-
-
- ઝાલર ઝણકી
- કાંસી રણકી
- ઊગ્યા તારા
- મુનિ મારા
- મુનિયાંનાં વ્રત છૂટ્યાં
- બોલો મુનિ રામ રામ.
-
Feedback/Errata