વિદિશા

ભોળાભાઈ પટેલ

book-cover

Book Description

વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના `મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, `ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને એ રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે – પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં –