બળબળતો સૂર્ય મૃગજળમાં તરે છે બે મુખ સૂરજમુખીની જેમ ઉન્મુખ ના હં બધું સમજું છું હું જોવા દે એમ ભલે તાપમાં તપીને લાલચોળ થયેલા ગાલ સોનેરી આછી રુવાંટી સ્પર્શની લિપિ અંકાયે જ જાય છે મસૃણ દેહ પર ના નહીં જોવા દઉં જાણે તો છે કે વીંટી છે એમ કહે ને કે એ બહાને મારો હાથ જોઈએ છે તને હા હું આપીશ વીંટી પછી ના હં માઠું લગાડીશ નહિ આ બળતી બપોર આ હજાર આંખે દેખતી દુનિયા બે સૂરજમુખી ઉન્મુખ સૂરજમુખી ચાલું છું આ શું દિવસે દિવસે ભારે થતું જાય છે આંખનાં પોપચાં નીચે મનુ ક્નખ્તટ્ઠમાં લાલ લીટીથી નિશાની કરેલાં પાનાં વાંચજે ભગવદ્ગીતા એમ જે સુખદુ:ખમાં સમદૃષ્ટિવાળો અને સ્વસ્થ રહે છે જે માટી પથ્થર અને સોનામાં મૃગજળમાં સોનાવરણાં સૂરજમુખી ગરમાળા પરથી ઝૂલતાં સોનેરી હાંડીઝુમ્મર બળબળતી આંખોમાં આ પ્રેમની સ્નિગ્ધ શલાકા પરસેવામાં શબની જેમ તરે છે કાયા Are you ready and I see the first thing in my black eye world and ask her to describe it I saw crystal chandeliers and she saw white petals દોઢ બાપ રે પણ સાંભળ તો ના કશી નથી હોતી ખાસ વાત એની એ જ રોજ ને છતાં હા હા દૃષ્ટિપથ આગળથી ત્રિજ્યાઓ ફંટાય છે કોઈ આગમનની કોઈ વદાયની જોઈએ છીએ ભેગાં મળીને હું ને મરણ ના એ હું હસતો નહોતો ટેવ છે એવી એ છે કશોક વિચિત્ર અવાજ વય શીખવે છે બધું વય મારે ખભે બેઠી છે.
સૂરજમુખીના જેવાં બે ઉન્મુખ મુખ મૂક સ્નિગ્ધ તરલ ઓમ હ્રીં કોણ છે તે સાંધે સાંધે ડાકણ દાંત કચકચાવે છે ભૂવો ભગાડશે પાણી ઉતારો ચોખા આ માદળિયું રાખો મનુ રામરક્ષાનો પાઠ કરી ગયો પ્રથમ ચુમ્બનની હોઠ પર અંકાયેલી ભીની મુદ્રા રોમાવલિમાં દોડી જતો આછો કમ્પ નથી વસન્ત નથી કોકિલ મૃગજળમાં તરતાં બે સૂરજમુખી આંસુથી ડબડબ આંખો હોઠ ધ્રૂજે છે જુગુપ્સા કડવો ઊબકો આવે છે જોયો છે ને કપાળનો ઘા અરે હૃદયમાં કેટલા પ્રકટ કર્યા વિનાના ઘા છે તે હા ફરી જતી રહીશ હવે શું રેણુ રેણુ પપ્પા પાસે નહિ રહે બેટા રોટલીના મોંમાં લોચા વળે છે ઘસડાય છે
નામ તો હશે જ ને બળતી બપોરે ઝંખવાઈ જતી આંખે દૂરથી જોયું છે નથી ખબર કે રૂપ કેવું છે પણ કલકૂજન અક્રમ જલ્પન આંખમાં ચમક ખીલી ઊઠ્યાં છે બે મુખ સવા રૂપિયો આપો કચવાશો તેથી શું મનુ હિસાબમાં હજુ તું કાચો છે ક્નખ્તટ્ઠનો લેખ વાંચ્યો સાંભળતા નથી લાવોને સવારૂપિયો દીવાલો ધસી આવે છે લાખ્ખોનું લશ્કર ફુરચેફુરચા ઊડી જાય છે લે મારા મગજ પર ભૂત સવાર થયું છે શું દેખાય છે તમને મૃગજળમાં તરતાં બે મુખ આવશે ને લે એમાં તે પૂછવાનું ના હં મને તારો ના હંનો ટહુકો ગમે છે બોલ ને એક વાર ધત્ત નથી ચરણે અળતો નથી નૂપુર તે છતાં બળતી બપોરે આ શો ઝંકાર સાંભળો છો ને હા ફરી નહી કહું તપાવેલા સળિયાની જેમ પાસે સૂતેલી એ એના નિસાસાથી ધગધગતી શારડી ફેરવીને અણુએ અણુને કોચે છે ચમકે છે રસોડાનું બારણું બારસાખને ટેકે ઊભી છે મેલાંઘેલાં કપડાં ચીમળાયેલું કરચલી પડેલું મોં હવે કદી પગ નહિ મૂકું આ ઘરમાં જરા મારી વાત ના તમારી વાતનો અન્ત નથી રહો ને તમારી ધૂનમાં મસ્ત ધૂન ખબર છે ખરી જો શબ્દો ઊડ્યા હોત પતંગિયાની જેમ વહ્યા હોત ઝરણાંની જેમ એ બધાંનો શિલાભાર હા કોઈ પ્રાચીન નગરની જેમ દટાઈ ગયો છું બધું જ અશ્મીભૂત ક્યાં શોધે છે તું મને ક્યાં જશે કોની પાસે પાછી આવશે આંખે બળબળતા સૂરજથી ઝાંખ વળે છે ને છતાં બે સૂરજમુખી ના હું ઘરમાં નથી હવે તો સૃષ્ટિ આખી અભિસારપથ પવન વાય પાંદડાં હાલે બધે એક જ ઇંગિત બધે એક જ સંકેત છે બધું છે ને છતાં આંખ સામે છે એક જ છબિ ના તમારી વાર્તાનો સ્વીકાર નહીં થાય રેઢિયાળ રોમેન્ટિક મૃગજળમાં તો કોઈ ડૂબતું નથી બે સોનેરી સૂરજમુખી સદા તર્યા કરે છે ઘર ચાલે છે સંસાર સરે છે નથી બોલતો હું નથી બોલતી એ દરમાં રહેનારા બે જીવ મૂગા મૂગા ઊંડે ને ઊંડે સરે છે કાયા ફૂલે છે મૌનથી આંખ સૂઝે છે અન્ધકારથી રેણુ રેણુ એકડો એમ ન લખાય રેણુ તારી આંખના આકાશમાં એકડો ચગે છે પતંગની જેમ પણ એ એકડાને નીચે ઉતારો દોર છોડી નાખો આ પાટીના કાળા પથ્થરમાં જડી દો ના સ્વપ્ન નહોતું સાચો સૂરજ સાચું આકાશ પણ ગાંડી આપણે બે જ સાચાં ન હોઈએ તો અહં નહિ બોલું હું ખોટી તો ભલે પણ તું ખોટો ના તું સાચો સાચો સાચો આકાશના સૂરજથી વધારે સાચો ને સોનેરી એનો આ શબ્દ હું દૂરથી સાંભળતો હતો નથી જોયું એનું મુખ કે નથી જાણતો એના ભાગ્યશાળી પ્રિયતમને પણ ઘડીભર થંભી ગયો હું વયના ભારથી નહીં ભરબપોરે આંખે અંધારાં આવવાથી નહીં પણ એકબીજા તરફ અભિમુખ થયેલાં બે મુખ સૂરજ તરફ ઉન્મુખ સૂરજમુખીનાં જેવાં બે મુખ કહોને બાપુજી એક સપનાંની વાર્તા રેણુ વાર્તાનું તો વન હોય એક વાર એમાં દાખલ થઈએ પછી રસ્તો ભૂલી જવાય પણ પપ્પા એકાદ સપનાની વાત સાંભળ હું હતો આકાશમાં ચાંદા ભેગો ચાંદો સૂરજ ભેગો સૂરજ પછી એક દિવસ પગ ખસ્યો તે પડ્યો પડ્યો એવો પડ્યો કે થઈ ગયો માટીનું ઢેફું ક્યાંકથી તારી જેમ ખોળે બેઠું બીજ અમે દોસ્તી બાંધી ને વળી આકાશ તરફ ઊંચા વધ્યા પણ ભારે દુ:ખ પંખીઓ મશ્કરી કરે ઊંચે વધેલી ડાળ પર બેસે ને પૂછે ચાલો આવવું છે આકાશમાં ડાળ હલાવીને હા પાડીએ ને ચાલો કહેતુંકને પંખી ફર્ર્ર્ દઈને ઊડી જાય પછી તો કાયા કપાઈ મકાન થયું ધરતીકમ્પ થયો ધરતીમાં દટાઈ ગયા ફરી ચાંદાસૂરજનાં સપનાં આવે, માટીમાં ભળ્યા દબાઈ કચડાઈને કઠણ બન્યા પથ્થર થયા સુરંગ ફોડીને બહાર કાઢ્યા સલાટ બેઠા છીણી લીધી અંગે નહોર ભર્યા રાજાના કીતિર્લેખને અમર બનાવીને ઊભા જડી દીધા અંગે રાજાની કીર્તિના ઉઝરડા લઈને રોજ ચાંદા સૂરજને જોયા કરીએ ત્યાં આંગણે જ આવે તારા જેવી બટુકડી બાળા એની એક આંખમાં સૂરજ એક આંખમાં ચાંદો હું કહું એને એક ફૂંક મારે તો જાદુ થાય હું અલોપ થઈ જાઉં ન રહે રાજા ન રહે કીતિર્ પણ એ તો સહિયર જોડે દોડી જાય પછી આવે પવન અધીર ચંચલ એને ન ઝલાય ન રોકાય તોયે કહું ભાઈ પવન એક એક કાંકરી ખેરવતો જા મારો લોપ કરતો જા પણ સાંભળે કોણ વરસાદનાં ટીપાં આવે એને કહું થોડી થોડી ઘસી નાખોને મારી કાયા દૂર દૂરના દરિયાને કહું દરમાં જતી કીડીને કહું સહેજ સહેજ ઠેલો મારો કે હું ગબડી જાઉં અહીંથી ખસું રેણુ કોઈ મારું સાંભળે નહીં ને હું ભારે થતો જાઉં દિવસ ને રાત દિવસ ને રાત પછી પપ્પા રેણુ આનો અન્ત નહિ આ સપનું ચાલ્યા જ કરે એ તૂટે નહીં ગાલ પર રતાશ દોડી જાય છે આંખમાં ચમક છે બોલવા જાય છે શબ્દો શોધે છે મન નથી માનતું કૃત્રિમ રોષથી પણ છલકાતાં આનંદથી એ કેવળ જોઈ રહે છે બપોરની નિસ્તબ્ધતામાં ભળી જાય છે આ મૌન મૌનની આડશે સમય ઊભો રહી જાય છે થંભ્યા નીર ને થંભ્યો પવન પથ્થરની નસમાં દોડતો બીજનો ચમકારો થંભ્યો કાન માંડીને સાંભળે છે સહુ મનુ તું સાંભળતો જ નથી સુખડ ઘસ્યું ગીતા વાંચી માળા ફેરવી ટોલ્સ્ટોય સવારે ઊઠીને રોજ સંકલ્પ કરું કરું કેવળ સારાં કામ વિચાર સારા વાણી સારી પછી રાત પડે ભૂલ ભૂલ શ્વાસ લીધાની ભૂલ જાગ્યાની ભૂલ આંખ ખોલ્યાની ભૂલ ભૂલ રેણુ તારી પાટીના પથ્થરમાં કેદ પૂરેલા એકડાને છોડી દે એને જોઈએ છે સંગાથ ભલે ને મળે શૂન્ય હા જાણું જ છું તો તમને તો બધું અહીં સૂનકાર જ લાગે છે બેસી રહો છો મોઢું ચઢાવીને કાગળ ચીતરો છો બ્ર અક્ષર બોલવાનો નહિ કોને પરણી છું હું આ ઘરના સૂનકારને ના તું સમજતી નથી હું કશું નથી કરતો તે વાત ખોટી છે તારી જોતી નથી દોડું છું હું કાળયવનની ગુફામાં અન્ધકારને વીંઝતો કોણ છે મારી પાછળ તેની નથી ખબર તુંય એકીશ્વાસે દોડતી કેમ નથી દોડ તો સાથે હાંફી શકીશું આપણે સાથે થાકી શકીશું આપણે રેણુ છોડી દે ને એકડાને ના એમ કાંઈ સહેલાઈથી નહિ છોડું તારો હાથ શું કરીશ રુવાંટીની સંખ્યા ગણીશ જનમારો એમાં જશે વેવલો નહિ તો કોઈ પૂછે કે યાદ છે એનું મોઢું તો શું કહીશ ના કોઈને કહેવાનું નહીં ભાગવતમાં કહ્યું છે પ્રેમ તો અતિ ગુહ્ય બોલીશ નહીં એ શબ્દ કેમ બોલીએ તો ઊડી જાય બળબળતી બપોરે ઊડે છે સોનેરી પતંગિયાં ચારેકોર ઠેલો મારું છું થાકેલી કાયાને અશ્મીભૂત વર્ષોર્નો પુંજ ખસતો નથી તડકો કાળો કાળો થઈ જાય છે પપ્પા સૂરજમાં કયો રંગ પૂરું કાળો કાળો તમે તો પપ્પા કશું જાણતા નથી રેણુ સૂરજની બીજી બાજુ કાળી છે તું મોટી થઈશ ત્યારે દેખાશે પપ્પા તમારો સૂરજ જુદો મારો સૂરજ જુદો કોઈ વાર મન થશે તો કરશું અદલાબદલી કહું છું તે સાંભળો ખોળિયું તો કાંઈ બદલાવાનું નથી એ તો મોત આવશે ત્યારે ચમકો છો કેમ હું નથી ચમકતો આપણે તો ફોતરાં માત્ર આપણી અંદર મરણનો દાણો બંધાય પુષ્ટ થાય હસીએ તો રડીએ તો દિવસ રાત એ દાણો પોષાય પછી ફોતરું ફાટે ખોળિયું છૂટે આનન્દથી તસતસતા સમયના બંધનને ઢીલું કરીને સમયને ઠેલીને ગબડાવી દઈને નર્યા ઉચ્છ્વાસ રૂપે શેષ રહી અવકાશને ભરી દઈ સરી જવું રૂપ ઘડવાનું અગ્નિને સોંપી દો સ્મરણ નથી પાપ સ્મરણ બની જાય એક નાનો શો તલ ગુપ્ત ગુહ્ય પવન નમાવે છે પડછાયાને આકાશને ખોતરતી બેઠી છે કીડી શૂન્યને બેઠો છે પાસ આપણા અસ્તિત્વનો દયા કરો ઈશ્વરની આંખો લઈ લો સૂરજમુખીની છાયા નીચેની લીલી દુર્વા પર ભાત આંકે છે હથેળી પર આંગળીથી તારું નામ લખે છે લુચ્ચો કોણ વાંચવાનું હતું સૂરજ વાંચે હજાર આંખે પવન આંગળી ફેરવી ફેરવી અક્ષર ગોઠવે સાગર છલકાઈને અક્ષર ગોઠવે કાંઠે કાંઠે મનુ તું ગીતાનું એક વાક્ય સરખું આખું વાંચતો નથી દાદા આ સમાસ આ સંધિ કોણ છૂટાં કરે એવાં જકડાઈ ગયેલાં હાડ ઓમ હ્રીં કયા બિન્દુથી લોહીએ તારા નામનો ધબકાર ઝીલી લીધો તે કહેવાશે હવે જાણું છું તાંબાની નસમાં દોડે છે અગ્નિ ઘરની વળીમાં ભેરવાઈને તૂટેલી દિવસની પાંખ ખાબોચિયાંને ડખોળતો લંગડાય છે સૂરજ સૂરજમુખી સૂરજમુખી ક્યાં ચાલ્યાં પાતળી હવાની લહેરખી આંસુ પાડે ને ઓગળી જાય હોઠ બોલે નહીં પાકેલાં ફળ જેવા ચુમ્બનના રસથી ભર્યા ભર્યા હોઠ ખૂલે આંખોમાં આંખો તરે આંસુમાં આંસુ ઝમે ને થાય સૂરજ સૂરજ સૂરજમુખીનું વન.
નવભારત: નવેમ્બર, 1966