Catalog

    No available filters at the moment
    No available filters at the moment
102 results
આત્મનેપદી book cover

આત્મનેપદી

All Rights Reserved   Gujarati

Author(s): સમ્પાદક : સુમન શાહ

Editor(s): સમ્પાદક : સુમન શાહ

Last updated: 06/08/2020

વિદિશા book cover

વિદિશા

All Rights Reserved   English

Author(s): ભોળાભાઈ પટેલ

Publisher: આર. આર. શેઠની કંપની, અમદાવાદ

Last updated: 27/07/2020

વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના `મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, `ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને એ રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે – પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં –

ચિરકુમારસભા book cover

ચિરકુમારસભા

All Rights Reserved   English

Author(s): રવીદ્રનાથ ટાગોર, અનુવાદઃ રમણલાલ સોની

Last updated: 23/05/2020

રવીદ્રનાથની, હાસ્ય-કટાક્ષકેદ્રી બંગાળી નવલકથા ચિરકુમાર સભાનો આ એવો જ અસરકારક અનુવાદ છે. હાસ્ય-વિનોદની કથાનો અનુવાદ કરવાનું કામ કપરું હોય છે કેમ કે એમાં ભાષાના કાકુઓ અને મર્મો વધારે ઝીણવટથી પકડવાના હોય છે. રમણલાલ સોનીએ એ કામ એવા જ કૌશલથી કર્યું છે.ચિરકુમાર સભા એ બ્રહ્મચર્ય-પાલન કરીને ને એમ લગ્ન-પરંપરાનો અસ્વીકાર કરીને દેશસેવા કરવા કટિબદ્ધ થયેલા નવયુવકોનું મંડળ છે. અવારનવાર સભાઓ યોજીને પોતાના વિચારોને દૃઢ કરવાનો એમનો સંકલ્પ છે. પરંતુ એ સંકલ્પ ધીમેધીમે તૂટતો જાય છે, ને છેવટે બધા જ યુવકો સમવયસ્ક યુવતીઓથી આકર્ષાતા ને લગ્નબદ્ધ થઈને સભા-ત્યાગ કરતા જાય છે! એની ખૂબ જ કુનેહપૂર્વકના ઠઠ્ઠાથી આ હાસ્યકથા રવીદ્રનાથે રચી છે. બ્રહ્મચર્યના એ વખતે જાણીતા થયેલા વ્રત પરનો લેખકનો કટાક્ષ પણ અછતો રહેતો નથી. આ નવલકથા પરથી બંગાળીમાં નાટક અને ફિલ્મ પણ બનેલાં.નવલકથાનો હાસ્યરસ ખુલ્લા-મુખર હાસ્યથી લઈને માર્મિક-સાહિત્યિક નર્મના ઊંડાણ સુધી પહોંચતો રુચિર હાસ્યરસ છે. ખૂબ મરમાળો, વિદ્વાન અને શીઘ્ર કવિતા રચી લેતો એનો નાયક અક્ષય અને એની ત્રણે કુંવારી અને રુચિસંપન્ન સાળીઓ ચિરકુમાર સભામાં કેવું છીંડું પાડે છે એની કૌશલવાળી, સતત વિનોદમય રહેતી આ રસપ્રદ કથા વાંચવી શરૂ કર્યા પછી પૂરી કર્યેે જ છોડે એવી છે.તો પ્રવેશો....
કુરબાનીની કથાઓ book cover

કુરબાનીની કથાઓ

All Rights Reserved   English

Author(s): રવીન્દ્રનાથ ટાગોર, અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

Last updated: 11/03/2020

રવીન્દ્રનાથ ટાગોરની ‘કથા ઓ કાહિની’ સંગ્રહની વાર્તાઓના મુક્ત અનુવાદ જેવી છતાં સ્વતંત્ર વાર્તાની તાજગી અને ચમકવાળી આ વાર્તાઓ 1922માં પ્રગટ થયેલી એ પછી આજ સુધીમાં એ અનેક વાર છપાઈ છે. આ વાર્તાઓમાં લેખકે પાત્રોનું જીવંત નિરૂપણ કર્યું છે, વાતાવરણને આપણી સામે આબેહૂબ ખડું કર્યું છે અને કુરબાની-સમર્પણની ભાવનાનું સીંચન પણ કર્યું છે. કથનકળા તો મેઘાણીની જ. આ વાર્તાઓનું એ એક મોટું આકર્ષણ છે.

પ્રત્યંચા  book cover

પ્રત્યંચા

All Rights Reserved   English

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 10/03/2020

ચિન્તયામિ મનસા  book cover

ચિન્તયામિ મનસા

All Rights Reserved   English

Author(s): સુરેશ હ. જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 10/03/2020

સાગર સમ્રાટ book cover

સાગર સમ્રાટ

All Rights Reserved   Gujarati

Author(s): જુલે વર્ન

Last updated: 10/03/2020

ભદ્રંભદ્ર book cover

ભદ્રંભદ્ર

All Rights Reserved   Gujarati

Author(s): રમણભાઈ મ. નીલકંઠ

Last updated: 10/03/2020

ઇતિ મે મતિ book cover

ઇતિ મે મતિ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 10/03/2020

અપિ ચ  book cover

અપિ ચ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 10/03/2020

મને આ બધી વાર્તાઓ લખ્યા પછી મારા મનમાં મૂળ પ્રશ્ન થયો કે આ વાર્તા કહેવી કેમ પડે છે? શા માટે? વાર્તા કહેવાની જરૂરિયાત જન્મજાત છે. માણસના મનમાં કહેવાની ને સાંભળવાની? એ પ્રશ્ન મારા મનમાં થયો એટલે મેં ‘એકદા નૈમિષારણ્યે’ની વાર્તા લખી. નૈમિષારણ્ય છે એ વાર્તાઓનું જ વન છે. વાર્તાઓ કહેવાતી આવી. આ કથા, તે કથા – એમ શા માટે? કારણ કે માણસ એવાં દુ:ખ અનુભવે છે, એવી વેદના અનુભવે છે કે જેનું મોઢું પોતે જ નથી જોઈ શકતો. એમાં આશ્વાસન પણ શોધવા માગે છે, આશ્વાસન ક્યારે શોધે? જ્યારે એનું મોંજોણું થયું હોય તો. નહિ તો તમે અંધારામાં પાછા ફરો. એટલે એ રીતે આવ્યું. પછી મને લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં રહ્યો, આખા દિવસની જીવનચર્યા જોઈ તો મને થયું કે આપણે ક્યાંય જતા નથી, ક્યાંયથી આવતા નથી. તો ‘અગતિગમન’ની વાર્તા એ રીતે લખી. હવે આ પ્રશ્નો હતા. હવે એવો કોઈ પ્રશ્ન મારા મનમાં નથી. તો છતાંય મને લાગે કે ઘણા વખતથી કશું લખ્યું નથી ને લોકો કહેશે કે વાર્તા નથી લખતા, તો લાવ, લખી જોઉં. એ એક મોટો રોગ છે. તો હવે જેમ તમે આગળ જાઓ, તેમ લખવાનું. તમારે કંઈક વધારે મોટો પડકાર ઝીલવાનો હોય તો તમે લખો. નહિ તો જે કરી ચૂક્યા હો તેનું પુનરાવર્તન કરો તો હથોટી બેસી જાય ખરી, એની ના નહિ, પણ પછી નવું તમે ન કરી શકો.

સુરેશ જોષી