Catalog

    No available filters at the moment
    No available filters at the moment
102 results
બીજી થોડીક book cover

બીજી થોડીક

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

આપણે ત્યાં બીબાંઢાળ બની ગયેલા ઘાટોમાં લગભગ સરકી ગયેલી, અને એ રીતે પોતાનું વ્યક્તિત્વ લગભગ ગુમાવવા આવેલી, હમણાં હમણાં લખાતી મોટા ભાગની વાર્તાઓથી પોતાની નવીન શૈલી, નવીન આયોજનપદ્ધતિ, નવા જ આકાર અને નવીન ઉપમાઅલંકાર-પ્રતીકાદિથી સ્પષ્ટ રીતે જુદી પડી આવતી આ વાર્તાઓ ટૂંકી વાર્તાના સાહિત્યના રૂપરંગમાં રસિક અભ્યાસીને જોઈતું આકર્ષણ પૂરું પાડે તેમ છે; અને એ સાહિત્યના અંતસ્તત્ત્વના મર્મગામી વિવેચકને પણ નિરાશ કરે તેમ નથી.

એટલું જ નહિ પણ ટૂંકી વાર્તામાં જે અનંત શક્યતાઓ સમાયેલી છે તેમાંની થોડી શક્યતાઓ તરફ એ આપણને બળપૂર્વક દોરી લઈ જાય છે, એ એનું વિશિષ્ટ અર્પણ છે.

લેખકનું બહુશ્રુતત્વ, તેમની કવિત્વમય ભાષાશૈલી, ઊંડી નજરે જોવાની અને વસ્તુના ઊંડાણમાંથી તેનો તાગ મેળવવાની તેમની કુદરતી બક્ષિસ વગેરે સમર્થ ગુણો આ પ્રયોગોને માત્ર પ્રયોગો ન રહેવા દેતાં, તેમના સામર્થ્ય દ્વારા અનેક શક્યતાઓભર્યા નવા પ્રસ્થાનના પહેલા પગલાં તરીકે તેમને અત્યંત આકર્ષક બનાવે છે. અને એમાં શ્રી.જોષીનું જ માત્ર નહિ, પણ આપણી ટૂંકી વાર્તાના સાહિત્ય-પ્રકારનું પણ શ્રેય જ સમાયેલું છે.

– ગુલાબદાસ બ્રોકર

અરૂપસાગરે રૂપરતન book cover

અરૂપસાગરે રૂપરતન

All Rights Reserved   English

Author(s): યજ્ઞેશ દવે

Last updated: 09/03/2020

સમૂળી ક્રાન્તિ book cover

સમૂળી ક્રાન્તિ

All Rights Reserved   English

Author(s): કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

Publisher: Navjivan Trust

Last updated: 09/03/2020

મશરૂવાળાની આગવી અને મૂળભૂત વિચારણાને ખૂબ સઘન રીતે નિરૂપતું આ નાનકડું પુસ્તક એમની ખરી ઓળખ આપનારું બન્યું છે. એના પાયામાં  ગાંધીવિચાર હોવા છતાં લેખકે એથી આગળ પોતાનો સ્વતંત્ર માર્ગ નીપજાવ્યો છે. ધર્મ-સમાજ-આર્થિક-રાજકીય ક્રાન્તિ-કેળવણી એવા ક્રમે એમણે સ્વતંત્ર વિચારશક્તિની પ્રેરકતા ચીંધી છે – જેમકે ઇશ્વરનો સ્વીકાર પણ કોઈ પયગંબરનો અસ્વીકાર. એથી આ વિશદ નિરૂપણવાળું પુસ્તક વિચારોત્તેજક બન્યું છે. એમાં પ્રવેશવું પણ એટલું જ ઉત્તેજક નીવડશે.

ઉપજાતિ book cover

ઉપજાતિ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

વેવિશાળ book cover

વેવિશાળ

All Rights Reserved   English

Author(s): ઝવેરચંદ મેઘાણી

Last updated: 09/03/2020

વેવિશાળની એક સામાજિક સમસ્યાને લઈને લખાયેલી આ નવલકથા તે સમયે બહુ લોકપ્રિય નીવડેલી. વેવિશાળ તોડી નાખવાના પેંતરા, એ પેંતરા કરનાર પરિવાર માટેનો સુશીલાનો કડવાશ છોડી દેતો સમભાવ, અને અન્ય પાત્રોનું – સૌરાષ્ટ્રી ખાસિયતો સાથેનું વૌવિધ્ય આ નવલકથાની વાર્તાનું ચાલકબળ છે.

પ્રસંગોના નિરૂપણમાં કેટલુંક પ્રતીતિકર ન લાગે, છતાં માનવસ્વભાવનું આલેખન મેઘાણીની આ નવલકથાને સુવાચ્ય બનાવે છે.

તળપદ ભાષાનું ખમીર અને કથાવેગ આ નવલકથાના વાચનને જરૂર રસપ્રદ બનાવશે.

મારી હકીકત book cover

મારી હકીકત

All Rights Reserved   English

Author(s): કવિ નર્મદાશંકર લાલશંકર

Last updated: 09/03/2020

બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.

અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.

ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.

તો, પ્રવેશો કવિ નર્મદના આ રોમાંચક આત્મકથનમાં…

અષ્ટમોઅધ્યાય book cover

અષ્ટમોઅધ્યાય

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ હ. જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

સહરાની ભવ્યતા book cover

સહરાની ભવ્યતા

All Rights Reserved   Gujarati

Author(s): રઘુવીર ચૌધરી

Last updated: 09/03/2020

ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.

દરેક વ્યક્તિચિત્ર લેખના આરંભથી જ વાચકને કોઈ પ્રસંગથી કે કોઈ સ્વભાવલક્ષણથી પકડમાં લે છે. જેમકે ઉમાશંકર જોશી વિશેના લેખનો આરંભ જુઓ : પ્રેમ પક્ષપાત ન બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે.

આ લેખોમાં, હળવાશ અને માર્મિકતાના પ્રવાહમાં વ્યક્તિરેખાંકન થતું જાય છે એ સ્પૃહણીય તો બને જ છે, વળી લેખક રેખાંકિત વ્યક્તિની ભીતર લઈ જાય છે એથી આ ચરિત્રલેખો વિચારણીય પણ બને છે. પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. અલબત્ત, એથી એ લખાણોએ પ્રાસાદિકતા છોડી નથી.

બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –

ઇદમ્ સર્વમ્ book cover

ઇદમ્ સર્વમ્

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

પ્રથમ પુરુષ એકવચન  book cover

પ્રથમ પુરુષ એકવચન

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020