બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.
અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.
ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.
તો, પ્રવેશો કવિ નર્મદના આ રોમાંચક આત્મકથનમાં…