તમારી નિખાલસ સરળ શૈલી તો મને ખૂબ ગમી. કથા કહેવાની છટા મને સ્પર્શી ગઈ. – કાકા કાલેલકર
તમારા લખાણમાં તાજગી છે, વિનોદ છે, નિખાલસ ગતિ છે, સ્વાભાવિકતા છે. – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
પુસ્તકને પાને પાને તમે રસને મઢી લીધો છે. જયાં જોયું ત્યાં રસ! – રામપ્રસાદ બક્ષી
નિખાલસતાનું લાવણ્ય, ખોટી શહાદતનો અભાવ, હૃદયના સાચા રસની પ્રતીતિ… આ સર્વકારણોને લઈને પુસ્તક મનોરંજન તો કરે જ છે, પણ અંત:કરણનેય સ્પર્શે છે, અને રસે છે. – કિશનસંહિ ચાવડા
આખુંયે લખાણ એવી સરસ રસળતી શૈલીએ લખાયું છે કે વાચકોને શ્રમ લાગે નહિ અને આનંદ મળી રહે. – ગુલાબદાસ બ્રોકર
એટલું બધું સરસ પુસ્તક છે, કે એનો અનુવાદ બને તેટલી ભારતીય ભાષાઓમાં થવો જોઈએ. – પુરુષોત્તમ માવળંકર
આવું સચોટ, નિખાલસ અને સ્વયંભૂ વિલાયત વર્ણન આપણી ભાષામાં જોયું નથી. – વાડીલાલ ડગલી
આપણાં પ્રવાસવર્ણનોમાં આ પોતાની વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. – અમૃતલાલ યાજ્ઞિક