વાર્તાના ધોધમાંથી વીણેલી આઠેક દાયકા પહેલાં ગિજુભાઈ બધેકાએ ભાવનગરના દક્ષિણાર્મૂતિ બાલમંદિરની ટેકરી પરથી બાલસાહિત્યનો જે ધોધ ગુજરાતમાં વહેતો મૂક્યો હતો, તેની તોલે આવે એવું બીજા કોઈ લેખક પાસેથી હજી આપણને મળ્યું નથી. 1989માં ગિજુભાઈના અવસાનને પચાસ વરસ વીતી ગયાં અને કોપીરાઇટના કાયદા મુજબ તેમનાં લખાણો સમાજની માલિકીનાં બન્યાં. આમ કાયદાથી જે મહામૂલો વારસો ગુજરાતી પ્રજાને સાંપડયો, તેનાથી વંચિત કોઈ ગરીબ કુટુંબનું બાળક પણ ન રહે તેવી હોંશથી ગિજુભાઈની સોળ વીણેલી બાલવારતાઓના, સાવ નજીવી કિંમતવાળા, નાના સંચયની દોઢ લાખ નકલો લોકમિલાપ તરફથી પ્રગટ થયેલી. તેમાં સાત વરસ સુધીનાં નાનાં બાળકો પણ માણી શકે તેવી વારતાઓ મૂકલી. તે પછી, આઠથી ચૌદ વરસનાં બાળકોને વધુ રસ પડે તેવો ગિજુભાઈની અઢાર બાલવાર્તાઓનો બીજો ભાગ પણ બહાર પડેલો. એ બેય ભાગની વારતાઓ પૈકી 9 ચૂંટીને આ ખીસ્સાપોથીમાં રજૂ કરી છે. નાનાં બાળકોને તે વાંચી સંભળાવવાની હોંશ વડીલોને થશે, એવી શ્રદ્ધા છે. બાળકોને કહેતાં કહેતાં મોટેરાંઓ પણ આ વારતાઓ માણ્યા વગર નહીં રહે.
License
ગિજુભાઈની બાળવાર્તાઓ Copyright © by ગિજુભાઈ બધેકા. All Rights Reserved.