શું નથી ?

કાકાસાહેબ કાલેલકર શું શું છે, એ સવાલ નથી – કાકાસાહેબ શું નથી, એ સવાલ છે. એ ઉત્તમ સાહિત્યકાર છે, ઉત્તમ શિક્ષક છે, ઉત્તમ ક્રાંતિકારી છે. જીવનનાં આટલાં બધાં પાસાંમાં જે કાંઈ એ છે, ઉત્તમ છે. ઉત્તમ સિવાય બીજું કશું નથી.

વિનોબા ભાવે

**

તારી પ્રતીક્ષા કરતાં કરતાં
ક્યારેક ખીલે છે ગુલમ્હોર મારી આંખમાં
તો ક્યારેક ઝરે છે પારિજાત પાછલા પહોરે શ્રાવણમાં.

નલિની બ્રહ્મભટ્ટ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.