વ્યાસની પ્રતિમા

                વ્યાસ ભગવાનના એક શ્લોકનું મને વારંવાર સ્મરણ થાય છે : “હાથ ઊંચા કરી કરીને હું તમને વીનવું છું, હે દેશબાંધવો, કે તમારે જો કામનાપ્રાપ્તિ માટે અર્થ- ઉપાર્જન કરવું હોય તોપણ એ ધર્મસહિત જ કરી શકાય તેમ છે. તો એ ધર્મ તમે કેમ નથી સેવતા ?”

                     ન્યુ યોર્કના બારામાં સ્વતંત્રતાનું પૂતળું છે. મારું ચાલે તો હું મુંબઈના બારામાં ઊર્ધ્વબાહુ વ્યાસની પ્રતિમા મુકાવું અને તેની નીચે પ્રસ્તુત શ્લોક કોતરાવું.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.