‘રંગ છે, મેઘાણી !’-અનંતરાય મ. રાવળ

               બીજાઓ પાસેથી સાંભળેલી બાર લોકવાર્તાઓનું કંઠસ્થ સ્વરૂપ અણીશુદ્ધ જાળવીને ‘રંગ છે, બારોટ !’માં એવા સંપાદન-કૌશલથી મેઘાણીએ રજૂ કરી છે કે ‘રંગ છે, મેઘાણી !’ એમ સહસા બોલી ઊઠવાનું આપણને મન થાય. જેનો વાર્તારસિયો બાલભાવ જમાનાએ કે ઉંમરે શોધી લીધો નહિ હોય એવા સૌને આ કથાઓ પોતાના વાર્તારસથી આકર્ષશે.

                પણ વિશેષ આકર્ષણ તો એનું થવું જોઈએ આજના વાર્તાલેખકોને. એ લોકકથાઓની રસજમાવટની કરામતો તેમજ અદ્ભુત લાઘવ અને છટાવાળી મર્માળ ભાષાનો અભ્યાસ તેમને કેટલુંક શીખવી જશે.

અનંતરાય મ. રાવળ
[‘પિસ્તાળીસનું ગ્રંથસ્થ વાંગ્મય’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.