મૃત્યુનોંધ

              લોર્ડ બેસબરોનું અવસાન થયું છે, એવા સમાચાર મળવાથી લંડનના વિખ્યાત દૈનિક ‘ટાઇમ્સે’ તેમની મૃત્યુનોંધ પ્રગટ કરેલી. તેનાથી જરા હેબતાઈ જઈને એ ઉમરાવે ‘ટાઇમ્સ’ને ફોન કરીને કહ્યું કે, “આપના છાપામાં મારી મૃત્યુનોંધ મેં હમણાં જ વાંચી છે.”

               સામે છેડેથી એક આવેશભરેલો અવાજ આવ્યો : “ઓહો ! એમ કે, સાહેબ ? તો આપ અત્યારે ક્યાંથી બોલી રહ્યા છો ?”

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.