ભીંડો ભાદરવા તણો-દલપતરામ કવિ

ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર,
સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સુણી વડ ઊચર્યો વાણી,
વીતે વર્ષા કાળ, જઈશ હું બીજે જાણી;
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.

દલપતરામ કવિ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.