બે જ વસ્તુ – દાદા ધર્માધિકારી

નાગરિક આપણો પ્રમાદશીલ છે. જે કાંઈ થવાનું હોય તેને માટે પોતાને લગીરે હાથપગ હલાવવા ન પડે તો સારું, એમનેમ બધું થઈ જવું જોઈએ. પરિણામે નાગરિકે કાંઈ કરવાનું હોય તો માત્ર બે જ વસ્તુ – કાં તો ફરિયાદ, કાં તો માગણી ! આમાં આપણા તરુણોયે અપવાદ નથી. બસ, એક જ નારો – અમારી માગણીઓ પૂરી કરો, અમારી ફરિયાદો દૂર કરો !

દાદા ધર્માધિકારી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.