નિરધાર-મકરન્દ દવે

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી….

જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી….

પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, ‘ના, હવે ડરવું નથી.’…

સાચને પડખે પરાજય હો ભલે,
તે છતાં પાછું હવે ફરવું નથી.

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.