ધુમાડાના બાચકા – ઉમાશંકર જોશી

               દુષ્ટબળોની રમણા ચાલી રહી છે. લાંચરુશવત, કાળાં બજાર, જાહેર નાણાંની ગોલમાલ – એ તો હવે કોઠે પડી ગયાં છે. પણ આ દુષ્ટબળોના રાસ કરતાંયે વધુ અસ્વસ્થ કરનાર વસ્તુ તો, જાણે બધું બરાબર ચાલતું હોય એમ દેશમાં જે સમારંભો ઊજવાઈ રહ્યા છે એ છે. જરી નજર કરતાં, અગત્યના માણસો ભારે અગત્યના એક સમારંભમાં હાજરી આપી બીજામાં જઈ રહેલા જોવા મળશે. બધી રીતની બરકત હોય એમ પ્રજા પણ સ્ટેડિયમમાં સિનેમા નટ-નટીઓ પાસે ક્રિકેટ ખેલાવી આનંદમાં ધુમાડાના બાચકા ભરતી જોવા મળે છે.

ઉમાશંકર જોશી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.