ધન્ય ભાગ્ય – ‘ઉશનસ્’

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન,
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન !…
ગગરી ફોડી ભવ ફોડયો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું, બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

‘ઉશનસ્’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.