તમે શું કહેશો ? – પન્ના નાયક

તરફડાટ એટલે…?
તમે કહેશો :
જલ બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો ?

પન્ના નાયક
[‘પ્રવેશ’ પુસ્તક]

**

સુખી તેઓ છે, જે સ્વપ્નાં સેવે છે –
અને તેને સાચાં પાડવાની કીમત ચૂકવવા તત્પર હોય છે.

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.