ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો –
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનના મરગલાને પાછા રે વાળો, વીરા !
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !…

બાલમુકુન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.