ગઝલ – બરકત વીરાણી, ‘બેફામ’

…કોણ જાણે હતી કેવી વર્ષોજૂની જિંદગીમાં અસર એક તનહાઈની ?
કોઈએ જ્યાં અમસ્તું પૂછયું : “કેમ છો ?” એને આખી કહાની સુણાવી દીધી….

જોઈને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં, અમને આવી ગઈ કંઈ દયા એટલી;
કે નદીઓ હતી જેટલી અંતરે, આંખ વાટે બધી યે વહાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’, સાચો પડયો;
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

બરકત વીરાણી, ‘બેફામ’
[‘જનશક્તિ’ દૈનિક : સંવત 2032]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.