કલાકારનું જીવનકાર્ય-ઉમાશંકર જોશી

                 શિવ પંડયાને હાથે એક મુખ્ય કામ થઈ આવ્યું, તે ગુજરાતી સાહિત્યકારોનાં વ્યંગચિત્રોનું. દલપત-નર્મદથી માંડીને નિરંજન સુધીનાં પચાસેક ચિત્રો છે. મેઘાણીની આકૃતિમાં સર્જકતાનો વિરલ ઉન્મેશ છે. આખું વ્યક્તિત્વ, કહો કે સૌરાષ્ટ્રની ધરતી, જાણે નાચી રહે છે : એક હાથમાં ઊંચે એકતારો છે – એટલી બધી લયબદ્ધ ગતિશીલતા છે કે આ માણસને ધરતી પર માત્ર પચાસ વરસ નહીં, પણ યુગના યુગ મળ્યા ન હોય !

આ વ્યંગચિત્રમાલા શિવ પંડયાનું જીવનકાર્ય થવા સર્જાઈ છે.

ઉમાશંકર જોશી
[‘હૃદયમાં પડેલી છબીઓ’ : ભાગ 1 પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.