આત્મસંસ્કારથી શોભતી – આનંદશંકર ધ્રુવ

            ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી અને સચોટ છતાં તળપદી નહીં, કિંતુ આત્મસંસ્કારથી શોભા ધરાવતી એવી અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.

આનંદશંકર ધ્રુવ
[ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં : 1928]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.