અરુણોદય-ન્હાનાલાલ કવિ

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે….
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….

ન્હાનાલાલ કવિ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.