બ્લ્યુ પ્રિન્ટ

ફૂલેલ ભૂરું શબ બ્હાર કાઢ્યું;
ટોળું ત્યહીં લોકનું ઊભરાયું.
‘બેકાર કો, ભૂખથી મુક્તિ મેળવી,
જડી ગઈ આખર જુક્તિ કેવી!’
એ દેહ ભૂરો નિરખી મને થયું:
બ્લ્યુ પ્રિન્ટ આ આવતી કાલની શું?

License

ઉપજાતિ Copyright © by . All Rights Reserved.