આખરી યુદ્ધ

મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.