નગીનભાઈ

ગઈ 30મી ઑગસ્ટે શ્રી નગીનદાસ પારેખને પંચોતેર વર્ષ પૂરાં થયાં. ગુજરાત ગૌરવ લઈ શકે એવું જીવન શિક્ષક જીવ્યા હતા, નિર્મલઅને સંનિષ્ઠ જીવન. ગોવર્ધનરામ અને ગાંધીજી બંને હરખાય એવું પ્રવૃત્તિમય સંન્યાસનું દૃષ્ટાંત બનતું જીવન.

ગુજરાતી સર્જકો અને વિદ્વાનો નગીનભાઈની નિષ્ઠા અને નૈતિક આગ્રહો વિશે જાણે છે. ક્યારેક કોઈ નાની બાબતેય અપવાદ સ્વીકારેનહીં. જરૂર જાણતા હશે કે દાગીનો ઘડવા માટે સોનામાં તાંબું ભેળવવું પડે, પરંતુ દાગીનો કે ચલણી સિક્કો બનવા માટે એમણે કશોભેગ સ્વીકાર્યો નથી. પોતાની જગાએ મૂળ ધાતુરૂપે તપ્યા કર્યું છે. તપ ચાલુ રાખ્યું છે. આપણા પરમ વિદ્યાપુરુષ છે. એમને પંચોતેર વારવંદન કરવાની ઈશ્વરે આપણને તક આપી છે. કેટલીક વાર આપણે વંદન કરતા હોઈએ ત્યારે એમનું ધ્યાન હોય ને વંદનને સ્વાગતનુંસ્વરૂપ મળી જાય. એમને તમે પ્રણામ કરો કે કરો, એમના ચહેરાની રેખા બદલાતી નથી. હર્ષ અને શોકના પ્રસંગો એમનો મુખભાવબદલી શકતા નથી. કામ હોય તો મળવું નકામું છે. તમે ઉમાશંકરનો વખત બગાડી શકો પણ નગીનભાઈનો નહીં. એમને બિનજરૂરીવાતે વાળી શકાય નહીં. તમે ગયા હો અને બેઠા હો તો એનો એમને બાધ નથી. અગાઉ મેં લખેલું તેમ કામમાં હોય ત્યારે બાજુમાંખુરશી પડી છે કે તમે બેઠા છો એમને માટે સરખું હોય છે.

સાંજ પછી એકબે કલાક એમના અનધ્યાયના હોય છે. બહારથી લેખકો આવ્યા હોય અને ઉમાશંકરભાઈને ત્યાં ગોષ્ઠી હોય તો એકાદરમૂજી પ્રસંગ તો નગીનભાઈ પાસેથી ભેટમાં મળે . એકવાર શિશિરકુમાર ઘોષ આવેલા. નંદિનીસ્વાતિની બહેનપણી અંગ્રેજી કવિ મીનાએલેકઝાંડર પણ હતી. સાતઆઠ અહીંના કવિઓ હતા અને ખાસ તો સરદારપુત્રી મણિબહેન અને સ્નેહરશ્મિ ઝીણાભાઈ પણ હતા. વાતો જામી. નગીનભાઈ વિદ્યાપીઠમાં બંગાળી અને ગુજરાતી ભણેલા. મણિબહેનને કહે કે તમારે કારણે મને એક વર્ષ મોડું ભણવા મળેલું. મણિબહેન એક વર્ષ પાછળ અને બંગાળી લેનાર વિદ્યાર્થીઓ બે . તેથી એમને સાથે ભણાવવાની વ્યવસ્થા થયેલી. બંને ટીખળીહોય માનવું અઘરું પડે, પણ છે હકીકત. તે દિવસ ઉમાશંકરે વારંવાર બનેલી સત્ય ઘટના કહી.

ઝીણાભાઈ નવું કાવ્ય લખે પછી તુરત છાત્રાલયના નજીકના રૂમમાં જઈને સંભળાવવું શરૂ કરે. શરૂઆતના શ્રોતાઓમાં નગીનભાઈ હોય. એમને સંભળાવીને આગળ વધી રહેલા ઝીણાભાઈ અડધું વર્તુળ પૂરું કરે તે પહેલાં તો નગીનભાઈ પેલા કાવ્યનું પ્રતિકાવ્ય રચીને સામેઆવી પહોંચે. નગીનભાઈ ત્યારે પ્રતિકાવ્ય રચવામાં એક્કા હતા. સાથે રહેતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની મજાકમશ્કરી માટે એકહસ્તલિખિત ચલાવતા — ‘પંચતંત્ર’. એનો મુદ્રાલેખ હતો: ‘આવ્યાપારેષુ વ્યાપાર:’ એટલે કે અનાધિકાર ચેષ્ટા, પોતે કરવી અને સામાનીઉઘાડી પાડવી. એકગિલિન્ડર ક્લબચલાવતા. મજાકમશ્કરી સહન કરી શકનાર ક્યારેક એમને મારવા પણ તૈયાર થઈ જતા પણનગીનભાઈની રમૂજશક્તિ આગળ સૌનાં હથિયાર હેઠાં પડતાં. એમણે અડસઠ શ્લોકનુંપરીક્ષાપુરાણરચેલું પ્રસ્થાનમાં છપાયેલું. કહેછે કે ફેંકી દેવા જેવું નહીં હોય. એક વાર ગાળોના જ્ઞાનની હરીફાઈ થયેલી. ચરોતર જીતે કે સૂરત? નગીનભાઈએ દક્ષિણ ગુજરાતનો યશવધારી આપેલો.

મૅટ્રિક સુધી એમણે વલસાડમાં સિક્ષણ લીધું. પ્રિલિમની પરીક્ષાનો સમય હતો ત્યાં અસહકારનું આંદોલન શરૂ થયું. શાળાએ જવાનું છોડીદીધું. દારૂના પીઠા પર પિકેટિંગ કરેલું, મામાની ફટાકડાની દુકાન હતી, પ્રતિકારના કાર્યક્રમનો અમલ એમની સામે પણ કરેલો. રાષ્ટ્રીયકારણોથી પહેલાં સ્કૂલમાં ત્રણ વાર હડતાલ પડાવેલી. પ્રિલિમનરી પરીક્ષા આવી. નગીનભાઈ નિશાળે જાય નહીં, પિતાજી ખાય નહીં. નગીનભાઈ પણ ખાઈ શક્યા. છેવટે નીકળ્યા સંસ્કૃતની પરીક્ષા આપવા. પાંચ મિનિટ મોડા પડ્યા. માસ્તરે ટોક્યા, રોક્યા. ખડિયો લઈનેઘેર પાછા આવ્યા. શાળાના આચાર્યને એક સારા વિદ્યાર્થીની કૅરિયર બગડવાની ચિંતા થઈ. બોલાવ્યા, સમજાવ્યા. અસહકારનો મુદ્દો મોટોહતો. ત્યારે ઉંમર તો અઢારેક વર્ષની હશે; પણ સમજતા હતા ઘણું, આચાર્યને કહી દીધું: ‘હું કૅરિયરબૅરિયરમાં સમજતો નથી.’

પછી તો વિદ્યાપીઠમાં; ત્યાંના સ્નાતક થઈ બંગાળી ભાષાના વિશેષ અભ્યાસ માટે શાંતિનિકેતન ગયેલા. એમના માટે એક વર્ષનો ખાસઅભ્યાસક્રમ ઘડાયેલો.

શાંતિનિકેતનમાં નગીનભાઈએ પ્રમથનાથ બિશિના નાટકમાં શકુનિનું પાત્ર કરેલું, શકુનિ મૂળ કંદહારગંધારના, આજનાઅફઘાનિસ્તાનના, તેથી પઠાણ. દાઢી તો રીતસર જોઈએ . નગીનભાઈએ દોઢ મહિના પહેલાંથી દાઢી વધારેલી. ઓછામાં પૂરું નાટકવખતે નંદબાબુએ મેકઅપ કરેલો. નાટકમાં છાયાયુદ્ધ કરવાનું આવે. કોઈ સામે લડનાર હોય નહિ ને લડવાનું. એમના પૂર્વાપર વ્યક્તિત્વસાથે પણ સંગત છે. એમણે લડવાનું ચાલું કર્યું હોય પણ એમની સામે કોઈ નહીં એટલે કે કોઈની સામે નહીં, મુદ્દા સાથે વાત.

તે નાટક જોવા ગુરુદેવ આવેલા. એમને નગીનભાઈનો અભિનય પસંદ પડેલો. ત્યારે ગુરુદેવના નાટકનટીર પૂજાનો એક પ્રયોગ થયેલો. બીજા પ્રયોગ વખતે અમુક ભાગ ઉમેરવાનો હતો. સ્તૂપ તોડે છે ભાગ પાર્શ્વભૂમિમાં ભજવવાનો હતો. નગીનભાઈને ગુરુદેવે આમંત્રણઆપ્યું. ગયા. કોઈ પણ સ્તૂપની એમણે શેહશરમ રાખી નથી. ત્યાં રવીન્દ્ર સંગીત શીખેલા. ભોળાભાઈ કહે છે કે નગીનભાઈ ક્યારેક ગાયગાતાં પણ સારું ગાતાં.

શાંતિનિકેતનમાં પણ તોફાની તરીકેની છાપ ઊભી કરવામાં સફળ થયેલા. એક વાર પાણીમાં ડૂબી રહ્યા હતા, સાચે ડૂબી રહ્યાહતા, મદદ માટે બૂમો પાડતા હતા. પણ સાંભળનારાઓમાંથી કોઈ માનવા તૈયાર હતું કે સાચે ડૂબી રહ્યા છે. તો ગુજરાતીભાષાનું ભાગ્ય કે કોઈકે મશ્કરીનો ભોગ બનવાના જોખમ સાથે પણ એમને બહાર ખેંચી કાઢ્યા.

નગીનભાઈએ બીજું કાંઈ કર્યું હોત ને માત્ર બંગાળીઅંગ્રેજીમરાઠીમાં જે અનુવાદો આપ્યા છે એટલું કર્યું હોત તોપણ એમનુંગુજરાતી ભાષાને પ્રદાન યાદગાર નીવડત. અત્યાર સુધીમાં 1928થી 1978 વચ્ચેના એકાવન વર્ષમાં એમની પાસેથી આપણને કુલ એકસોપાંચ પુસ્તકો મળ્યાં છે. એમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, દિલીપકુમાર રાય, સુરેન્દ્રનાથ દાસગુપ્ત, અતુલચંદ્ર ગુપ્ત, જરાસંધ, મૈત્રેયીદેવીઆદિની બંગાળી કૃતિઓના અનુવાદો છે. આઠવલેનારસગંગાધરપરના ગ્રંથનો અનુવાદ મરાઠીમાં છે. તો અંગ્રેજીમાંથી એમણેકાવ્યશાસ્ત્ર, ચિંતન અને દર્શકની કૃતિઓના અનુવાદો આપ્યા છે. એમાં ઇસુદાસ સાથે કરેલો બાઈબલનો અનુવાદ તો વીસરી શકાય નહીં. સંપાદન ઉપરાંત તેમણે વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રે પણ એક શિક્ષક તરીકે લેખન કર્યું છે. “સાત ચરિત્રોજેવાંબાલસાહિત્યનાં પુસ્તકો પણ છે. અને ખાસ તો ભારતીય કાવ્યશાસ્ત્ર પરનાં એમનાં સ્વતંત્ર લખાણો જેમાં ગ્રંથસ્થ થયાં છે અભિનવનોરસવિચાર અને બીજા લેખોછે. ડિમાઈ સાઇઝનાં ત્રણસો સાઠ પૃષ્ઠના પુસ્તકની નવી આવૃત્તિ ગૂર્જર ગ્રંથરત્ન તરફથી બહાર પડી છે.

કશું અસ્પષ્ટ રહેવા દે તો નગીનભાઈ નહીં. અઘરામાં અઘરી વસ્તુ સમજવા માટે પ્રયત્ન કરે અને જે સમજે તેને નમ્રતાથી નમનકરી અળગા રહે. પોતાને સમજાયું છે એની એમણે વાત કરી છે તેથી પુસ્તક ઊંડાણની સાથે સરળતાનો ગુણ ધરાવે છે. વાદીપ્રતિવાદી નવીનોએ નગીનભાઈના વલણની નોંધ લેવી જોઈએ અને સમજાતી વસ્તુઓના પક્ષે લડવાનો આવેશ છોડી દેવો જોઈએ. સરળતા દોહ્યલી છે. ‘કન્ડિશન ઑફ કમ્પ્લિટ સિમ્પલિસિટી ઇઝ કૉસ્ટિંગ નૉટ લેસ ધૅન એવરીથિંગ!’ (—એલિયટ) નગીનભાઈ પાંદડેપહોંચવા મૂળથી શરૂ કરે છે.

અભિનવનો રસવિચાર સમજવા માટે એની દાર્શનિક ભૂમિકા સુધી ગયેલા. દર્શનશાસ્ત્રના વિદ્વાનોનો સત્સંગ કરેલો. પોતે સંસ્કૃતનાખાસ જાણકાર નથી એમ કહે છે પણ સંસ્કૃતના અધ્યાપકો પણ પોતાની શંકાનું નિવારણ કરવા ગ્રંથનું પ્રમાણ તપાસી શકે એમ છે. શ્રીરસિકલાલ છો. પરીખે પ્રસ્તાવનામાં કહ્યું છે કે સંસ્કૃતજ્ઞોને પણ અસાધ્ય એવું કાર્ય તેમણે કર્યું છે, એમની સ્પષ્ટ થવાની વિચારશક્તિ અનેવિશદ રજૂઆત કરવાની નિરૂપણશક્તિ પર રસિકભાઈએ ખાસ ભાર મૂક્યો છે. પુસ્તકને 1971નો સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીયપુસ્કાર મળેલો. જાહેરાત થઈ ત્યારે હું આકાશવાણીના સમાચાર સાંભળી રહ્યો હતો. જાણ્યું એવો રિક્ષા કરીને ગયો. બીક હતી કે સવા નવવાગ્યા છે તેથી ઊંઘી ગયા હશે. જાગતા હતા પણ સમાચાર સાંભળ્યા હતા. મેં અભિનંદન આપ્યાં. પણ એથી ખાસ આનંદ ઊપસીઆવ્યો નહીં. હું પણ વાત પૂરી થતાં, મારો આવેશ શમી જતાં, પાછો રિક્ષામાં બેસી ગયો. પછી તો પરિસંવાદો પણ થયા. નગીનભાઈહર્ષશોકથી તટસ્થ રહેવા ટેવાયા છે. પેલા 1922થી 25ના અરસામાં નટખટ, ‘ગ્રંથકીટબની ઘણાને કરડેલા નગીનભાઈ ગીતાનાસ્થિતપ્રજ્ઞનો મર્મ પામી ચૂક્યા હતા, પણ એના ભારથી મુક્ત છે. સાંજે અનધ્યાયના વખતે એટલા વિનોદી અને મુક્ત રહેતા. જ્યાંએમણે અભિપ્રાય આપવાનો હોય ત્યાં પૂરતી કાળજી લેતા કે અલંકારરૂપે પણ અતિશયોક્તિ થાય. માત્ર સત્ય, નિ:શેષ અને નિર્ભેળસત્ય, અપ્રિય હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શક્તિના પ્રતાપે, ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુકલાક કામ કરતા. કરોડરજ્જુ સાથે પણ સમાધાન કરનાર લેખકને, એમના સમયમાં હોવાના અહોભાગ્ય અને એમનું વાત્સલ્યપામ્યાના અભિમાન સાથે, ચોથી પચીસીમાં બાકી વંદન પણ અગાઉથી.

License

સહરાની ભવ્યતા Copyright © by રઘુવીર ચૌધરી. All Rights Reserved.