ઉમાશંકર જોશી

પ્રેમ પક્ષપાતી બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં પરિણમે અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે? ઉમાશંકર રહેતા. અને છતાં જેને નથી મળાયું એની સાથે પણ ઓળખ અનુભવતા. ‘વસંતવર્ષામાં એમણે કહ્યું છે એમનો એક નિરંતર અનુભવ લાગે:

પડે જે જે મારી નજર પર ચહેરા મનુજના,
વિમાસુ: સૌ જાણે પરિચિત હો કૈંક ભવના.

એમને એકબે વાર મળનારને પૂછો. કહેશે—‘ઉમાશંકર? અભિજાત, સૌમ્ય.’ ઊંડે ઊંડે એમ પણ લાગ્યું હશે કે ઉમાશંકર પાસેથી આવો સ્નેહ તો માત્ર મને મળ્યો હશે. પણ જો તમારો સંપર્ક વધે, કામકાજ અંગે ચર્ચા થવા લાગે, તમે કહો કે જુઓ સંસ્થાએ આટલાં વરસમાં શું કર્યું? પેલા આમ ને તેમ ને તમે કશું કહેતા નથી વગેરે સહજભાવે તમે કહી રહ્યા હો ત્યાં તમને દેખાયું હોય એવા નાના કારણથી ગુસ્સે થાય. અને ગુસ્સે થાય એટલે ભાષામાં નહિ, ચહેરાથી પણ. તમે ખુલાસો કરવા જાઓ અને તમારા કારણમાં કટાક્ષનુંતત્ત્વ હોય તો તો એવા ધારદાર કટાક્ષ વરસે અને એક ક્ષણમાં તમને એવી પ્રતીતિ થઈ જાય કે જગતમાં માત્ર માણસ મારો સાચો દુશ્મન છે. તમે ભલાભોળા હો તો તમારા એકબે દિવસ બગડે. પણ જરા દાંડ બની શકો તો એમનો ગુસ્સો માણી શકો. થોડી ક્ષણોમાં શાંત પડી જાય અને પછી એમને કોઈ વાર ક્યાંક ભેટી જાઓ તો પેલા ઝઘડાને બદલે તો કોઈ સ્નેહગોષ્ઠિના સ્મરણથી તમને મળતા લાગે. રિસાયેલાઓને મનાવવા માટે ઉમાશંકર પાસે થોડો સમય તો સિલકમાં હોય .

દ્વેષરહિત રહેવુંરહેવા મથવું; એટલું નહિ સામાને એની પ્રતીતિ પણ કરાવવી. સામે ગમે તે હોય, ગમે તેવો હોય. કોણ છે, કેવો છે એનો પૂરો અંદાજ હોય . ઉમાશંકર દ્વેષરહિત રહેવાની સમજથી વ્યવહાર બાંધે, છેતરાઈને નહિ.

દોરવાતા નથી, પોતાના અભિપ્રાયથી ચાલતા છે. સામાન્ય રીતે અભિપ્રાયનો અમુક અંશ અપ્રગટ રાખે, જેથી ભૂલ સુધારવા વારો આવે નહિ. જેમ અભિભૂત થાય તેમ કોઈને વિશે આશા પણ છોડી દે. ગમે તેવાના સુધારવા વિશે આશાવાદી હતા અને માનતા કે માણસ પોતાની ગરજે સુધરે છે.

જે પહેલાંથી સારા હોયસારા લાગતા હોયએમનો સત્કાર પામીને પણ એમને મુખેથી અણધાર્યાં ગુણવાચક વિશેષણ સરી નહીં પડે. બોલવામાં ઘણા સાવધાન છે, તેથી તોઑરેટરથતાં અટકે છે. મૂલ્યાંકનમાં ઝીણવટભરી કાળજી અને સાતમા ડગલાનો વિચાર કરીને પગ ઉપાડવાની ટેવ જોતાં એમ કહી શકાય કે ઉમાશંકરને શ્રદ્ધા પણ ભાગ્યે છેતરી શકે.

શોખ તો વાતચીતનો. પછી વાંચે, પછી લખે. લેખનમાં તો એમનો એટલો ઓછો સમય જાય કે કોઈક વાર કહે પણ ખરામને તો હુંલેખકહોઉં એવું લાગતું નથી. લખવા ધારેલું અને લખવા શરૂ કરેલું વર્ષોથી એમ પડ્યું હોયપદ્યનાટક(મહાકાવ્ય), બીજી નવલકથા, પ્રવાસ, ડાયરી, સંશોધનોસંપાદનો અને પ્રસ્તાવનાઓ. પ્રસ્તાવનાઓને બધામાં અગ્રતા આપે અને વર્ષે બે વર્ષે પ્રસ્તાવના લખી દે. એકબે વર્ષ ધીરજ રાખીને આખરે લેખક કહે કે હવે પુસ્તક પ્રગટ કરું છું અને પહેલે પાને લખું છું કે પ્રસ્તાવના ઉમાશંકર લખવાના છે તો વળી તે રાત્રે બેસી જાય અને લખી દે. પછી પ્રૂફ મંગાવે અને જરૂર લાગે તો એમાં એકબે શાબ્દિક ફેરફાર કરે. કેટલાંક ઉત્તમ વ્યાખ્યાનો એમણે ટ્રેઈનમાં અને લાંબી ચાલનાર મીટિંગની આજુબાજુના સમયમાં લખેલાં છે. મોટે ભાગે બધું મનમાં લખાઈ જાય પછી કાગળ પર ઉતારે.

બાબતે એમને સલાહ આપનાર હોય છે: ‘બહાર જવાનું બંધ કર્યું હોય તો?’ તો કહેશે: ‘પણ ક્યાં ક્યાં નથી જતો એની તો કોઈને ખબર પડતી નથી ને!’

લેખન માટે થઈને ઉમાશંકર શિક્ષણનાંસમાજનાં કામ છોડી દે એમ માની શકાય. જુઓ, માસિક ચલાવતા એનું નામ પણસંસ્કૃતિરાખ્યું હતું. ‘સંસ્કૃતિમાંસાહિત્યને જે સ્થાન મળે ખરું. એમના સાહિત્યમાં તો બધાને સ્થાન છે . સંકલ્પ કરવાથી કવિતા નથી થતી પણ કવિ તરીકેની સાધના ચાલુ રાખવાનો સંકલ્પ કરી શકાય. વિદ્યાસભાની નોકરી છોડી પછી નવદસ વર્ષ (1946થી 1954) ઉપાસનામાં ગાળ્યાં. ‘ઉત્તરરામચરિતઅને શાકુન્તલના એમણે જે અનુવાદો કર્યા છે, રામાયણમહાભારત વિશે જે લેખો કર્યા છે એટલું એમનું સંસ્કૃતનું અધ્યયન નથી. ગાળામાં થીસિસ કર્યો હોત તો સંસ્કૃતમાં અને તેય દર્શનમાં. એમના અંગ્રજી લેખોમાંથી એક ચોપડી કરી શકાય. હિન્દીમાં ભાષણ કરી શકતા, બંગાળીમાંથી અનુવાદ કર્યો છે અને મરાઠી વિદ્વાનને મળતાં ક્ષેમકુશળના સમાચાર મરાઠીમાં પૂછતા જોયા છે. જાણવું, સમજતા રહેવું છૂટે એવી આદત. એમ તો એમને મન અહીં પવિત્ર શું નથી? પણ કહેશે, જ્ઞાનથી પવિત્રતર કશું નથી. એમની પ્રવાસવૃત્તિ માટે પણ એમની જિજ્ઞાસા જવાબદાર હોય એમ લાગે. થોડાં વર્ષ પહેલાં હિમાલય ગયા તો પાછા વળતાં ઘરછોડવાનો ભાવ અનુભવ્યો (‘અભિજ્ઞા’!) બાકી, ઘર કરવામાં તો એમણે ખાસ રસ લીધો હોય એવું નથી લાગતું. આખી પૃથ્વી પરઆગંતુકની જેમ રખડવાનો 24 વર્ષની ઉંમરે મનસૂબો સેવેલો:

I have wandered and will wander still,
An exile on the earth.
ભમ્યા કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો.

ઉમાશંકરને લોભ તો જ્ઞાનનો, સ્થાનનો નહિ.

જાણનાર જાણે છે કે કુલપતિની ચૂંટણી પણ વિકલ્પના અભાવે લડેલા. એમના સ્વભાવમાં છે કે વૈરાગી થઈને બેસી રહેવાને બદલે પડકાર ઝીલવો. ગાંધીકુળને છાજે એવું વલણ છે: પોતાના સમયમાં પોતાને ગેરહાજર રહેવા દેવાય. કશુંય અનુચિત થતું હોય તો આંખ આડા કાન કરાય.

ઉચિતઅનુચિતનો ખ્યાલ તો એમના માટે વળગણ જેવો બની ગયો હતો. ઈનામોની રકમ સાહિત્યના કામે આપે, પોતાની આવકમાંથી ટ્રસ્ટ કરે, ચોરીછૂપીથી ખૂણેખાંચરે મદદ પહોંચાડે તે માણસ રિક્ષાવાળા સાથે વળી સમય બગાડે! અજાણ્યા માણસને તો માન ઊતરી જાય એટલો સમય બગાડે. પણ કારણ કે જે ખોટું હોય એને પોષાય કેમ? બધું બરાબર છે એમ માની લઈને નહિ, બધું સમજીનેસમજવા છતાં માણસમાં ઇતબાર રાખવાનો છે. ‘આત્માનાં ખંડેર’ (નિશીથ)માં યથાર્થને પથ્ય તરીકે ઓળખે છે અહીં યાદ આવે છે. વસ્તુસ્થિતિને જાણવાનીસમજવાની ભૂમિકાએ ઊભા રહેવાનું છે. પછી ભલે એમાં રિબાવાનું હોય, ભ્રમજન્ય વિશ્વાસનો અર્થ શો? ‘અજાણરમવું કશું!’ જાગ્રત થવામાં જે જોખમ હોય, ઉઠાવવાનું છે. એક પરદેશી વિદ્વાનને અમદાવાદની મુલાકાત દરમ્યાન બૌદ્ધિકોમાંથી બેનામ યાદ રહેલાં: ડૉ. વિક્રમ સારાભાઈ અને ઉમાશંકર જોશી.

સમજવાની સભાનતાનો ભાર હોવા છતાં ઉમાશંકરની દૃષ્ટિને વિસ્મયનો અનુભવ અને તેથી તો સર્જક છે. વાતચીતમાં, વ્યાખ્યાનમાં કોઈક વાર એવા ખેંચાય છે કે બૌદ્ધિક આયોજનમાં સંભવે એવું, અપૂર્વ બોલી બેસે. એમની સહૃદયતાનો સ્પર્શ પણ કંઈક અભાન હોય છે ત્યારે એટલે કે ભાગ્યે થાય છે. મોટે ભાગે ઔપચારિક હોય, કેળવેલા તાટસ્થ્યને લીધે. ઉમાશંકરને એકલતાનો તીવ્ર અનુભવ હતો, મારે મન હવે ધારણાનો વિષય રહ્યો નથી. એમને વિશે વિચારતાં પ્રશ્ન થાય છે કે એકલતા અલગતા બની જાય માટે તો આટલા બધા ઔપચારિક નહીં હોય? એમના નિકટના મિત્રોમાંથી કોઈકને પૂછવું જોઈએ કે આત્મૈક્યમાંથી જન્મતી મિત્રસહજ ઉષ્માનો ઉમાશંકર પાસેથી કદી અનુભવ થયો હતો? ઉમાશંકર ઉમાશંકર રહ્યા હોય એવી ક્ષણ અનુભવી છે? દ્વૈત છે. અને દ્વૈત છે તેથી તો સમગ્રમાં વ્યાપ્ત સ્વરૂપને શબ્દ દ્વારાશબ્દરૂપે પામવું છે. પરમાં વ્યાપીને સ્વરૂપને પામવું છે. પૃથ્વી પરે દેશવટે ગયા સમાભમીને કેન્દ્ર શોધવું છે, શબ્દને દ્વાર પહોંચવું છે.

ધન નહિ, કીર્તિ નહિ, એમાં પ્રાપ્તિ નથી. ઉમાશંકરને તો અભીષ્ટ છે શબ્દમાં વ્યાપ્તિ, શબ્દમાં શબ્દરૂપે, સમયમાં સમયરૂપે. સમયને રૂપનથી, જે નથી એમાં હોવાનું છે. હોવાને અંતે, અમૃત અહીંનું લઈ જવાનું નથી. અહીં રહેવાનું છે; અંતને અંતે, અનંતમાંસાતત્યમાં

સાતત્યમાં ઉમાશંકરને શ્રદ્ધા. આજ સુધીના એના અનુભવનો નિષ્કર્ષ છે: સાતત્ય.

*

શ્રી નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સાથે 1951થી સંમત થયેલા કે ઉમાશંકર હવે ખાનગી વ્યક્તિ કેઇત્યાદિ’ — વર્ગી લેખક નથી રહ્યા. પ્રજાના જાહેર જીવનમાં જવાબદાર અને શક્તિમાન લેખક તરીકે એક ધ્યાનપાત્ર વ્યક્તિ ગણાય.

હું 1958માં અમદાવાદ આવ્યો અને તુરત એમનો સમય મેળવતો થયો. હું જોતો કે ગુજરાતની બધી પેઢીઓના લેખકોનો એમના પર હક પહોંચે. દરેકને મળેલા દિવસના ચોવીસ કલાક જેટલા સમયમાં એમણે બધા મોરચે પહોંચી વળવાનું. ક્યારેક તો સાતમે કોઠે ઝઝૂમતા અભિમન્યુ કરતાંય વધુ વિષમ સ્થિતિમાં હોય, પણ એમાંથી બહાર આવે. 1977માં પરિષદના કલ્યાણ અધિવેશન વખતે રીતે સાત મરાઠી કાવ્યસંગ્રહો લઈ આવેલા. રજથી ગજ સુધીનાં બધાં કામ પાછા પોતાના માથે રાખે. સંપાદનમાં આપી શક્યા હોય એટલો સમય પ્રૂફવાચનમાં આપે. બધું જાણે ને બધાં ક્ષેત્રોમાં રસ ધરાવે. પરસ્પર દુશ્મનો હોય એય ક્યારેક એમને ત્યાં ભેગા થઈ જાય. અને ઉમાશંકર ક્યારેક તો પોતાને ઘેર મહેમાનની નમ્રતા અને સંકોચ સાથે બેઠા હોય. રાજકારણ અને હૃદયકારણ બંનેમાં રસ. સલાહ આપી શકે એટલું બધું સમજે, દર્શક કરતાં થોડુંક ઓછું.

1974-75ના નવનિર્માણ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને એમનો સાથ મળેલો. ઇન્દિરાજીએ સલાહસૂચન માટે મળવા બોલાવેલા. દરમિયાન ગુજરાતના આંદોલન વિશેની પોતાના પક્ષની માહિતી મુજબ કહેલું: ‘કેટલાક અધ્યાપકો ચીમનભાઈ સાથે છે અને કેટલાક તમારી સાથે છે.’ ઉમાશંકરે મક્કમતાથી કહેલું: ‘ના, મારી સાથે કોઈ નથી. હું બધા અધ્યાપકો સાથે છું.’

વાણી અને વિચારના સ્વાતંત્ર્ય પર ઇન્દિરાજીએ નિયંત્રણ મૂક્યાં પછી રાજસભામાં આપેલાં એમનાં વ્યાખ્યાનોએ દેશ આખાનું ધ્યાન ખેંચેલું. કેટલાંકનો ગુજરાતી અનુવાદસંસ્કૃતિમાં છપાયેલો છે. વધુમાં એમણેનિરીક્ષકના અગ્રલેખો પણ લખ્યા. વિચારપત્રે એના ઇતિહાસમાં પહેલી વાર ગજું કાઢ્યું. કટોકટીનો વિરોધ કરી જેલમાં ગયા. આવું થોડુંક વાંચીને દુષિત વાતાવરણમાંથી પ્રાણવાયુ સૂંઘવાનો સંતોષ લેતા. હું ત્યારે સાપ્તાહિકમાંવિસંવાદનામે હાસ્યકટાક્ષની કટાર ચલાવતો. સંજય ગાંધી વગેરેનાં નામ દઈને લખતો. ‘તમે રીતે નિરીક્ષક બંધ કરાવશો.’ — ઉમાશંકરભાઈએ કહેલું. મેં કહેલું: ‘બંધ કરાવવા માટે તમારા અગ્રલેખો પૂરતા છે.’ થયું એમ . બંધ કરાવનારાઓ સાથે ક્યારેય સંમત થયા નહીં હોય. પોતે તો સત્ય લખે છે, નિર્ભયતા દાખવવા કે કોઈના પર પ્રહાર કરવા નહીં તેથી એમની કવિતાની જેમ એમના સત્યને પણ સહુએ સ્વીકારી લેવું જોઈએ, એવી સમજથી ચાલતા. એમની શ્રદ્ધાનો ભાગ છે. તેથી કોઈની સાથે ઉગ્રતાથી લડતા હોય ત્યારે પણ ચાહતા હોવાના દાવથી ચાલે. સ્વીકારતાં પેલાને વાર લાગે છે. ઉમાશંકર ધીરજપૂર્વક એને સમય આપે. પછી ભલે ગમે તેવો હોય. યાતના વેઠતા બંધુજનો પાસે જતાં યુધિષ્ઠિરની જેમ એય નરક વેઠવાની હિંમત ધરાવતા. માણસની નબળાઈઓ સામે આંખ આડા કાન કરીનેય માનવતાવાદી રહેવાનું એમને મંજૂર. માણસના ગુણ કરતાં દોષની એમને વહેલીખબર પડે છતાં સરવાળાથી ચાલે, બાદબાકીથી નહીં. સ્વચ્છ દર્પણ પર પડેલી રજને કદીફૉકસમાં નહીં લાવે. એમણે તુચ્છમાં પડેલી શક્યતાઓનો પણ મહિમા કર્યો છે. સહિષ્ણુતા કેવી મોટી વસ્તુ છે મેં એમના દ્વારા જાણ્યું છે.

પોતે પરમ નિર્વ્સની, ખાવાપીવામાં ચોખલિયા પણ બીજા કોઈની આદત સામે સૂગ નહીં. બલ્કે જલકમલની નિકટતા પણ ટકાવી શકે.

હિન્દી વિવેચક નામવરસિંહે એક પ્રસંગ કહેલો. , નિહાર રંજન રાય અને ઉમાશંકરભાઈ યુરોપની કલાયાત્રાએ ગયેલા. સહુ ફ્રાન્સમાં હતા ત્યાં ઉમાશંકરભાઈની જન્મતારીખ આવી. સુંદર બૅલે જોવા મળેલો. ઉમાશંકરભાઈને તો એથી વધુ સારી બીજી કઈ ઉજવણી જોઈએ? પણ વાતમાંથી વાત નીકળી તો કહે: ‘આજે તમે બંને આનંદ કરો. જે ખાવું હોય ખાઓ, જે પીવું હોય પીઓ, મારા તરફથી.’ પૂર્વે કદાચ પેલા મિત્રોએ ઉમાશંકરભાઈની હિસાબ રાખવાની આવડત જોઈ હશે. અહીં તો ઘણા જાણે કે પાંચ પૈસાની ભૂલ પાછળ પંદર મિનિટ બગાડે અને પચાસ હજારના ચેક પર સડસડાટ સહી કરી દે. એમની કરકસર અને ઉદારતા બંને માનવીય ગુણનાં દૃષ્ટાંત બની શકે એમ છે. પણ તોશેમ્પેનપાવાની વાત હતી. મનેય નવાઈ લાગી. એક વાર મેં હીરાબહેન પાઠકના પૈસે સિગારેટ પીવાની ના પાડી હતી. ઉમાશંકરના પૈસા શેમ્પેનમાં ખર્ચાય અને તે પણ ફ્રાન્સના ઊંચામાં ઊંચા શેમ્પન પાછળ? મોરારજીભાઈ જાણે તો ઉમાશંકરને ગાંધીયુગની બહાર મુકાવી દે. પેલા વિદ્વાનોએ જોયું કે દરખાસ્ત ગંભીરતાપૂર્વક અને આગ્રહ સાથે થઈ રહી છે ત્યારે એમણે શરત મૂકી, ‘તમે અમને સાથ આપો.’ એમની માગણી વાજબી કહેવાય. મહેફિલની શિસ્ત સહુએ પાળવી પડે. ઉમાશંકરભાઈ મૂંઝાયા. છેવટે ધર્મસંકટ સમજીને તૈયાર થયા. કહ્યું: ‘લો, હું આંખો બંધ કરું છું. મારા હોઠ પર એક નાનું ટીપું મૂકી દો, મને ખબર પડે એ રીતે.’ એમના સુંદર ઉદ્ગાર પર ખુશ થઈને માર્ક્સવાદી વિદ્વાનોએ ઉમાશંકરભાઈને ગાંધીવાદી રહેવા દીધા ને સહુએ પોતપોતાની રીતે ખાધુંપીધું.

તૉલ્સ્તોયની દોઢસોમી જન્મજયંતી વખતે ઉમાશંકરભાઈ રશિયા ગયેલા. બોલેલા. મહાન સર્જકને અંજલિ આપવાની સાથે સ્વાતંત્ર્યનો મુદ્દો કુનેહપૂર્વક કહેલો. અહિંસક પ્રતિકારની સફળ લડતને લગતો અંશ ત્યાંનાં બધાં દૈનિકોએ છાપેલો. ઉમાશંકર રીતે બોલ્યા કે ત્યાંના શાસનને સૂક્ષ્મ રીતે અનુકૂળ આવે એવો વિચાર પણ ત્યાંના મુખપત્રમાં પ્રગટ થવાનું શક્ય બન્યું. સત્યનિષ્ઠ થવાની હિંમત પૂરતી નથી. એને પહોંચાડવા માટે શબ્દની કળા પણ મહત્ત્વની છે. શબ્દની આવડતથી પણ ઉમાશંકર મોટાં કામ કરી જાણે છે.

એમની સામે ઘણાએ બેઅદબી કરી છે, મેં તો કરી છે અને એનું ગૌરવ પણ લીધું છે. સહુ જાણે છે કે એમના દ્વારા આપણું નુકસાન થવાનું નથી તો લાવોને ચગાવીએ! આવા આશયથી કોઈ એમની ટીકા કરે તો મને ગુજરાતની ચિંતા થાય. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના સાંસ્કૃતિક જીવન માટે ઉમાશંકર એકઇમેજછે. એથી મૂલ્યપ્રેમી પ્રજા પોષાતી રહે છે, હૂંફ પામે છે. તેથી તો વિષમ પરિસ્થિતિમાં ઉમાશંકરના ઉદ્ગારો વ્યાપક સ્વીકાર પામતા. કટોકટી કાળમાં એમણે કહ્યું લોકશાહીના ચાહકોએ આતુરતાથી સાંભળ્યું અને દૃઢતાથી યાદ રાખ્યું. એક સર્જક દ્વારા દેશના સ્વાતંત્ર્યને મહત્તમ સમર્થન પશ્ચિમી ભાગમાંથી મળ્યું.

સંદર્ભમાં એક બીજી વાત પણ કહેવા જેવી છે. એક સંસ્થા બન્યા છે, વ્યક્તિ મટ્યા વિના. ગુજરાતી ઘટ્યા વિના વિશ્વમાનવી બન્યા છે. મૈત્રી અને મુક્તિનું એમણે વિરલ સંતુલન સાધ્યું હતું.

કિશનસિંહનું અવસાન થયું તે રાત્રે જાણેલું. વહેલી સવારે અમદાવાદથી વડોદરા જવા હું એમની સાથે નીકળ્યો. રુદન નહીં, ગુલાબ. પછી ઈશોપનિષદનો પાઠ, બીજા શ્લોકે અવાજ બરોબર ઊઘડ્યો હતો. સ્મશાનમાં જોયું કે પરમમિત્રને અંજલિ આપવામાં પણ અતિશયોક્તિ  થાય એવી વાણી એમને વરી છે.

સ્મશાનમાંથી વિજયભાઈના ઘેર ગયા ત્યારે એમના પૌત્રને ઉમાશંકરે ચોકલેટ આપી. શક્ય છે છેક અમદાવાદથી લાવ્યા હોય. કેવી કાળજી! બપોર પછી એમના ભત્રીજા સુરુભાઈની બેબી કેયૂરને ખાસ એના માટે લખેલી કવિતા કહી. હું ને નિરંજનભાઈ સાંજે પાછા વળ્યા, રોકાયા ગમે તેટલાં કામ હોય, માનવીય અનિવાર્યતા પહેલી. મિત્રોની ખબર કાઢવા માઈલો ચાલીને ગયા છે. એમનું જે વત્સલરૂપ એમના વ્યક્તિત્વનું એવું તે મોટું સત્ત્વ છે કે સાહિત્ય અકાદમીના પ્રમુખ હોય કે વિશ્વભારતીના આચાર્ય હોય બધું ગૌણ ભાવે યાદ આવે છે.

એમણે પોતે કેળવેલો વિવેક વિરલ હોઈ એક ધોરણ સમાન છે. મોટામાં મોટાં પદો પણ માન્યતા પામવા એમની પાસે ગયાં છે. એમણે એમાંથી શું શું સ્વીકાર્યું છે આપણે જાણીએ છીએ. શું શું નથી સ્વીકાર્યું, અત્યારે તો માત્ર તેઓ જાણે છે.

.. 1963માં એમના એક પ્રિય છંદ શિખરિણીમાં એમને સંબોધીને લખેલું:

તમો વૃક્ષો છોડી વિજન પથ લીધો નગરનો
પહાડોની પૂંઠે નભ રહી ગયું, મૌન ઝરણું,
સુકાયું આંખોમાં, કણ કણ મહીં વ્યાપ્ત સહરા
જણાયું, ને જાગ્યું વિરહ મહીં ત્યાં વિશ્વ સઘળું.

પછી, આશ્ચર્યોની ભ્રમર સરખા ઈન્દ્રધનુને
ઝુલાવી સંતર્પો ક્ષણકણહવાને ઋજુ મને,
અધીરા હૈયેથી લઘુ મુકુલના તંતુ રચતા
છબી, ત્યાં પુરાવા નિખિલ નિજ સંગે લઈ જતા.

વસંતો મ્હેકન્તી, ગગન મહીં પૃથ્વી મલકતી,
અનોખા સંસ્પર્શે પ્રમુદિત બને વ્યગ્ર રજની.

રચી શબ્દો સાથે સ્વજન સમ પ્રીતિ રણકતી.
ધરી દીપ્તિ શબ્દે સહજ લયસ્ફૂર્તિ જીવનની.

મને આકર્ષે જે: યુગ વિગત, તાજા દિવસ ને
ભવિષ્યે મ્હોરેલાં મનુજ મન: પામું તમ કને.

.. 1957માં 46 વર્ષની ઉંમરે કવિ એમને ગામ ગયા હશે, અમદાવાદથી બામણા. મેં જોયું છે બામણા સડક પરથી. પલાંઠી વાળીને બેઠેલા ડુંગરના ખોળામાં વસેલું છે. કોણ જાણે ઉમાશંકરના બાળપણમાં કેવું હશે! પણ ડુંગરા તો હજી એના છે. એનો આનંદ કવિગીતમાં વ્યક્ત કરે છે. પછી કહે છે:

મારગ બદલાઈ ગયા,
પાધર નવાં થયાં,
ઓળખીતાં કો કો ઝાડ તે ખોવાઈ ગયાં

ત્રીજી પંક્તિ સાથે અટકી જવાય છે. મારગ બદલાયા એનો કવિને રંજ નથી. રાજમાર્ગોને બદલે કેડી પ્રત્યેનો કવિનો પક્ષપાત જાણીતો છે. ચીલે ચાલવાને બદલે કેડી પાડે તે કવિ. નવાં પાધર થાય ગમે તેવી વાત નથી પણ પરિવર્તનની પ્રક્રિયા સ્વીકારીને કવિ આગળ ચાલે છે. પછી એકાએક અંગત ખટકો જાગે છે: ‘ઓળખીતાં કો કો ઝાડ તે ખોવાઈ ગયાં.’ પાલવે એવી વાત નથી. કવિહૃદય ઊછર્યું છે પ્રકૃતિના પરિવેશમાં. નિસર્ગશ્રીએ દીક્ષા આપેલી છે. બામણાથી આબુ પર્વતની ઊંચાઈ સુધીનાં વનોની કવિએ પગપાળા યાત્રા કરેલી છે. નખી સરોવરે એમને યુવાવસ્થાના ઉંબરે ઊભા રાખીને દીક્ષા આપેલી છે કે કવિ, તું સૌંદર્યોનું પાન કર, તારું હૃદયઝરણું પછી આપમેળે ગાઈ ઊઠશે.

વૃક્ષ સાથેનો, એનાં ધૂળિયાં મૂળિયાં સાથેનો કવિનો સંબંધ જાણીતો છે. ‘વિશ્વશાંતિથીસપ્તપદીસુધીનાં કાવ્યોમાં કવિ જાણે સતત વૃક્ષમય રહ્યા છે. તેથી તો કો કો ઝાડ ખોવાઈ ગયેલાં જોઈને આંચકો અનુભવે છે.

વૃક્ષો પાછળ રહી ગયાં એની સાથે નિર્જનતા અનુભવી. યાદ કરો, કવિ નગરમાં વૃક્ષોના જતન માટેના ધર્મયુદ્ધમાં આગેવાની લે છે. વૃક્ષ  મનુષ્ય પરનો પરમાત્માનો સૌથી મોટો અનુગ્રહ છે. કવિની પ્રતીતિ છે. વૃક્ષનો વિરહ વિકસીને વિશ્વભાવ ધારણ કરે છે. સમગ્ર સૃષ્ટિ સાથે કવિએ અદ્વૈત સાધવું છે. અર્થમાં કહ્યું છે: ‘જાગ્યું વિરહ મહીં ત્યાં વિશ્વ સઘળું.’

ઉમાશંકરને ટેવ છે ભ્રમર અને પાંપણો દ્વારા ભાવ વ્યક્ત કરવાની. કવિ પ્રિયકાન્ત પંક્તિનો સંકેત તુરત પામી ગયા હતા. ‘નિખિલએ પણ કવિનો પ્રિય શબ્દ છે. કાલિદાસરવીન્દ્રનાથ જેવા મહાકવિઓમાં ઉમાશંકરને અખિલાઈનું દર્શન થયું છે. લેશમાત્ર બાદબાકી નહીં, સમગ્રનો સ્વીકાર, સૂક્ષ્મતા તો ખરી પણ વ્યાપકતા વિનાની નહીં. સૌંદર્ય કરું પણ શિવ સહિતનું, સત્યાન્વેષી. તો સ્વરૂપ શબ્દરૂપે વ્યક્ત થાય, શબ્દ સ્વરૂપ પામે. શબ્દો કવિના સ્વજનો છે. સૃષ્ટિનો આનંદ વ્યક્ત કરે છે. જીવનનાં પ્રીતિ, દીપ્તિ, સ્ફૂર્તિ કવિતામાં અનુભવાય ઉમાશંકરની કક્ષાના કવિને સહજ સાધ્ય હોય છે.

જેમ ઉમાશંકરના લેખનમાંસાધનાશબ્દ મહત્ત્વનો છે, તેમશ્રદ્ધાપણ એમના ભવિષ્યદર્શનના કેન્દ્રમાં છે. ભૂતકાળનું સરવૈયું કાઢીને કોઈએ અભિમાન લેવા જેવું હોતું નથી. અનેક નિષ્ફળતાઓ મળે તો કંઈક સફળ થવાય. પણ ભવિષ્ય તો અનંત શક્યતાઓથી ભર્યુંભર્યું છે. ‘રહ્યાં વર્ષો તેમાંકવિને શું અભીષ્ટ છે? ‘અમૃતથી સહેજ પણ ઓછું નહીં. સૃષ્ટિનો પ્રયણાકંઠ પરીને કવિએ ત્રિભુવનને(ત્રિભુવનમાંથી સુન્દરમ્ થનારને પણ) જણાવવાનું છે: ‘રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈને આવ્યો અવનીનું.’

License

સહરાની ભવ્યતા Copyright © by રઘુવીર ચૌધરી. All Rights Reserved.