લક્ષ્મણરેખા

પોતાની પાદુકા રામે ભ્રાતા ભરતને દીધી.
પછી દિનાન્તે લક્ષ્મણ રામનું ચરણોદક લે ત્યારે
એમાં રક્તની આછી રાતી છાંટ ભાળે
પંચવટીના હરણના સુનેરીને જોતાં
એને ખાલની ઉપાનનો વિચાર આવ્યો.
પણ સીતાની આંગળી એ પહેલાં ચીંધાઈ ચૂકી હતી.
એક રેખા ફરી વળી લક્ષ્મણની આસપાસ.

૨૮-૧૨-૭૪

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book